Fri,03 May 2024,4:43 pm
Print
header

PM મોદી ગુજરાતના પ્રવાસે, રાજકોટને આપી આ નવી ભેટ

રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી આવ્યાં છે. તેઓએ રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને સૌરાષ્ટ્રવાસીઓને ભેટ આપી છે. જેમાં હિરાસર પાસે નવ નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાના લિંક-3ના પેકેજ 8 અને 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ રાજકોટ ઈન્ટરનેશલન એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતુ, ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂ.1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘઘાટન કર્યું અને બાદમાં રાજકોટના રેસકોર્સ ખાતે જનસભા સંબોધી હતી, જ્યાં તેમને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.આ કાર્યક્રમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી ડો. વી.કે.સિંહ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ઉદ્યોગમંત્રી બલવતસિંહ રાજપૂત સહિતના નેતાઓ હાજર હતા, સાથે જ પૂર્વ સીએમ વિજય રૂપાણી અને સિનિયર નેતા વજુભાઇ વાળા પણ હાજર રહ્યાં હતા.

મોદી ગાંધીનગર રાજભવનમાં સીએમના નેતૃત્વ હેઠળ રચાયેલી નવી સરકારના મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરીને રિપોર્ટ કાર્ડ મેળવશે. તેઓ ભાજપના ધારાસભ્યો અને સાંસદોને પણ મળશે. લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch