Fri,03 May 2024,7:21 pm
Print
header

વડાપ્રધાન મોદી આ તારીખે ફરી આવશે ગુજરાત પ્રવાસે, રાજકોટને આપશે મોટી ભેટ- Gujarat Post

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે. 27 જુલાઈથી પીએમ મોદી બે દિવસ ગુજરાત આવી રહ્યાં છે. મોદી તેમના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 28 થી 30 જુલાઈ સુધી ચાલશે.

આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાત લેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે.આ એરપોર્ટ તૈયાર થતાં રાજકોટના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે.

આ કાર્યક્રમમાં મોદીની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર રહેશે. ઉપરાંત વડાપ્રધાન મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને વિકાસના કામોની અનેક ભેટ આપશે. મોદી હાલમાં જ ફ્રાન્સ પ્રવાસેથી પરત ફર્યાં છે અને માદરે વતન ગુજરાત પધારી રહ્યાં છે. જેને લઇને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch