Sun,28 April 2024,12:26 am
Print
header

કોંગ્રેસ પર વરસ્યાં શાહ, કહ્યું ભાજપમાં નાનો કાર્યકર્તા પણ વડાપ્રધાન બની શકે, જ્યારે સોનિયા ગાંધીનું લક્ષ્ય પુત્રને જ ખુરશી અપાવવાનું

2024 લોકસભા ચૂંટણીઃ ભાજપનું મિશન 370 બેઠકો

2024 માં ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન હશેઃ શાહ

અમિત શાહના વિપક્ષ ગઠબંધન પર પ્રહાર

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે મોદી સરકારે ખેડૂતોનું કલ્યાણ કર્યું છે. 70 વર્ષમાં ન થયેલા કામો 10 વર્ષમાં કર્યાં છે.દેશની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. ભ્રષ્ટાચાર,જાતિવાદ,તૃષ્ટીકરણની રાજનીતિનો અંત આવ્યો છે. મોદી સરકારે પરિવારવાદને ખતમ કર્યો છે. અમારા ત્રીજા કાર્યકાળમાં વિશ્વમાં ત્રીજા નંબરે આપણી અર્થવ્યવસ્થા હશે.

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને ભારતીય ગઠબંધન દ્વારા દલિતો, આદિવાસીઓ અને પછાત સમૂદાયોનો વોટબેંક તરીકે ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ પહેલીવાર ભાજપની મોદી સરકારે તેમના વિકાસ માટે કામો કર્યાં છે. હવે ભારતના લોકો જ્યારે દુનિયામાં ક્યાંય જાય છે ત્યારે લોકો પૂછે છે કે તમે મોદીના ભારતમાંથી આવ્યાં છો. વિશ્વમાં આ ઓળખ ઊભી કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે. નરેન્દ્ર મોદીએ મહાન ભારતનું નિર્માણ કરવાની હિંમત કરી છે. 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

10 વર્ષમાં દેશનો ઝડપથી વિકાસ થયો, મોદી સરકારે પરિવારવાદને ખતમ કર્યોઃશાહ

કોંગ્રેસે કરોડો રૂપિયાના કૌભાંડોની હારમાળા સર્જીઃ શાહ

અમિત શાહે વિરોધીઓ પર પ્રચંડ પ્રહાર કરતાં કહ્યું, ભાજપમાં બુથસ્તરનો કાર્યકર્તા પણ PM બની શકે છે. જ્યારે સોનિયાનું લક્ષ્ય પુત્રને PM બનાવવાનું, શરદ પવારનું લક્ષ્ય દિકરીને CM બનાવવાનું, મમતાનું લક્ષ્ય ભત્રીજાને CM બનાવવાનું, લાલુ યાદવનું લક્ષ્ય પુત્રને CM બનાવવાનું છે. આ ઘમંડીયા ગઠબંધન હિંસા ફેલાવવા બન્યું છે. કોંગ્રેસ નેતાઓ દેશના બે ટુકડા કરવા પણ તૈયાર છે.

કોંગ્રેસની નીતિ વિભાજનવાળી છે. કેરળ,બંગાળમાં અમારા કાર્યકર્તાઓ શહીદ થયા. કોંગ્રેસે દેશ માટે ઉપયોગી દરેક નિર્ણયનો વિરોધ કર્યો છે. આપણે 100થી વધુ દેશોમાં કોરોનાની વેક્સિન મોકલી છે. કોરોનામાં પણ મોદી સરકારે કરોડો લોકોના જીવ બચાવ્યાં છે. શાહે એમ પણ કહ્યું કે 2024 લોકસભા ચૂંટણીમાં પણ ફરીથી દેશમાં મોદી સરકાર આવી રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch