Sat,27 July 2024,8:32 pm
Print
header

પાકિસ્તાને ફરી કરી નાપાક હરકત, સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કરતાં બીએસએફ જવાન શહીદ- Gujarat Post

(ફાઇલ ફોટો)

શ્રીનગરઃ પાકિસ્તાને બુધવારે મોડી રાત્રે ઈન્ટરનેશનલ બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં IB નજીક પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાન શહીદ થયા છે. 24 દિવસમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ દ્વારા આ ત્રીજું સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન છે. આ ફાયરિંગમાં જવાન ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. બાદમાં તેમને જમ્મુની જીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.

બોર્ડર સિક્યોરિટી ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 8-9 નવેમ્બરની રાત્રે, પાકિસ્તાન રેન્જર્સે રામગઢ વિસ્તારમાં બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો હતો, જેનો BSF જવાનોએ યોગ્ય જવાબ આપ્યો હતો.રામગઢ સામૂદાયિક આરોગ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. લખવિંદર સિંહે જણાવ્યું કે પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફના એક જવાન ઘાયલ હતા.

જેરડા ગામના મોહન સિંહ ભાટીએ જણાવ્યું કે રાત્રે લગભગ 12.20 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. પહેલા વિસ્ફોટ થયો અને પછી જોરદાર ગોળીબાર શરૂ થયો. ફાયરિંગ થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરની અંદર સૌથી સુરક્ષિત જગ્યાએ છુપાઈ ગયા હતા. કેટલાક લોકો ગામમાં બનેલા બંકરોમાં છુપાઈ ગયા હતા. આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે ભયનું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. અહીં પાક પાકી ગયો છે અને તૈયાર છે, પરંતુ કાપણી માટે મજૂરો પણ ઉપલબ્ધ નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch