Mon,06 May 2024,12:59 am
Print
header

હવે માલદીવ ઘૂંટણિયે આવી ગયું, ભારતના શહેરોમાં આ કામ કરવા જઈ રહ્યું છે

ભારત વિરોધી માલદીવના રાષ્ટ્રપતિનો દેશમાં વિરોધ શરૂ થઇ ગયો હતો

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ચીન તરફી વલણ ધરાવે છે

માલદીવ માટે ચીનની સાથે મળીને ભારત સાથે દુશ્મની કરવી મોંઘી સાબિત થઈ રહી છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની ઘટને કારણે તેની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ રહી છે. આ જ કારણ છે કે માલદીવ હવે ઘૂંટણિયે આવી ગયું છે, ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતીય શહેરોમાં રોડ શો યોજવાનું આયોજન કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધો વચ્ચે માલદીવમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આથી જ માલદીવની એક મોટી પર્યટન સંસ્થાએ જાહેરાત કરી છે કે તેઓ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે શહેરોમાં રોડ શોનું આયોજન કરશે.

માલદીવને ભારતીય પ્રવાસીઓના બહિષ્કાર અભિયાનનો સામનો કરવો પડ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત જાન્યુઆરીમાં કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત દરમિયાન લક્ષદ્વીપની માલદીવ સાથે તુલના કરી હતી, ત્યારબાદ માલદીવના મંત્રીઓ સહિત અનેક અધિકારીઓએ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. માલદીવની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પછી ભારતીયોએ માલદીવનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું અને લક્ષદ્વીપને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું.

8 એપ્રિલના રોજ માલેમાં ભારતીય હાઈ કમિશનર સાથેની ચર્ચા બાદ માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ ભારતીય શહેરોમાં રોડ શોના આયોજન સહિત પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવાની યોજના જાહેર કરી હતી. માલદીવ એસોસિએશન ઑફ ટ્રાવેલ એજન્ટ્સ અને ટૂર ઑપરેટર્સે પ્રવાસન પહેલને પ્રોત્સાહન આપવા માટે માલદીવમાં ભારતના હાઈ કમિશન સાથે નજીકથી સહયોગ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પ્રવાસન સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના મુખ્ય શહેરોમાં રોડ-શો શરૂ કરવાની અને આવનારા મહિનાઓમાં મીડિયાને માલદીવની મુલાકાતની સુવિધા આપવા માટેની યોજનાઓ ચાલી રહી છે.

એસોસિએશને કહ્યું કે માલદીવના પ્રવાસન માટે ભારત એક મહત્વપૂર્ણ બજાર છે. તેઓ માલદીવને પ્રીમિયર પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે ભારતભરના મોટા પ્રવાસ સંગઠનો અને ઉદ્યોગના હિતધારકો સાથે ભાગીદારી કરવા આતુર છે. માલદીવના પર્યટન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, ભારત સાથે રાજદ્વારી વિવાદ પછી પ્રવાસન માટે માલદીવ આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2023 માં માલદીવની મુલાકાત લેનારા 17 લાખથી વધુ પ્રવાસીઓમાંથી મોટા ભાગના ભારતીયો (2,09,198) હતા, ત્યારબાદ રશિયન અને ચાઈનીઝ હતા. જો કે, રાજદ્વારી તણાવ પછીના અઠવાડિયામાં ભારતીયોની સંખ્યા પાંચમા સ્થાને સરકી ગઈ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch