Mon,28 October 2024,1:43 am
Print
header

માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર

ભરૂચઃ આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમની વાહવાહી કરવા ગુજરાત સરકારે નર્મદાના વધામણા કરીને પાણી છોડ્યું હતુ. પરંતુ આ પાણી કેટલું નુકસાન કરશે તે કોઇએ વિચાર્યું ન હતુ.સરદાર સરોવર ડેમમાંથી આયોજન વગર પાણી છોડવામાં આવ્યું હતું. જેને કારણે ભરૂચ, અંકલેશ્વરમાં તારાજી સર્જાઈ હતી. પાણી ઉતર્યાં બાદ હવે વાસ્તવિક ચિત્ર સામે આવી રહ્યું છે. નર્મદા નદીના કાંઠાના ગામડાઓમાં ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ખેતરોમાં માટીના થર જામી ગયા છે, કપાસ, કેળ સહિતનો પાક ખતમ થઇ ગયો છે. ખેત ઓજારો નકામા થઈ ગયા છે અનેક મકાનોને નુકસાન થયું છે.

પાણી ઓસરતાં હાલ ભરૂચમાં ઠેર ઠેર ગંદકી અને કાદવ-કીચડના ઢગ જોવા મળી રહ્યાં છે. તંત્ર દ્વારા દિવસ રાત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવા છતાં આ સ્થિતિ છે. પાણી ઓસર્યાં બાદ ગઈકાલે મંત્રી કુંવરજી હળપતિ તાગ મેળવવા પહોંચ્યાં હતા ત્યારે લોકોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. મંત્રીએ ઘુંટણ સુધીના બુટ પહેર્યાં હતા. જ્યારે સફાઈ કામદારોને પૂરતા સેફ્ટી સાધનો પણ આપવામાં આવ્યાં ન હતા.જેને લઈને લોકો રોષે ભરાયા હતા. પાણીનો સમયસર નિકાલ નહીં થતાં અહીંના વેપારીઓમાં અને નાગરિકોમાં ભાજપ સરકાર સામે જોરદાક આક્રોશ છે.

આલિયાબેટ વિસ્તારમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી. માલધારીઓના ગાય-ભેંસ સહિતના અનેક પશુઓ લાપતા છે. અનેક પશુઓના મોતના ફોટો સામે આવી રહ્યાં છે, પશુપાલકો લાચાર દેખાઇ રહ્યાં છે. અહીંના 150થી વધુ મકાનો હજુ પાણીમાં ગરકાવ છે અને તેમના પાલતુ દૂધાળા જાનવરો લાપતા છે.બીજી તરફ આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch