Mon,06 May 2024,12:50 am
Print
header

સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈનું નામ આવ્યું સામે, વાયરલ પોસ્ટમાં દાવો

મુંબઇઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે વહેલી સવારે 5 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 2 હુમલાખોરો બાઇક પર આવ્યાં હતા અને હવામાં ફાયરિંગ કરીને નાસી છૂટ્યાં હતા. આ ઘટના બાદ મુંબઈ પોલીસ આ કેસની તપાસમાં હાથ ધરી છે અને ગોળીબાર કરનારાઓની શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન હવે સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈનું નામ સામે આવી રહ્યું છે.

આ વાત વાયરલ પોસ્ટમાં લખવામાં આવી હતી

સલમાન ખાનના ઘર પર થયેલા હુમલાને લઈને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાનના ઘર બહાર હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો હતો. વાયરલ પોસ્ટમાં લખ્યું છે, 'અમે શાંતિ ઈચ્છીએ છીએ, જો જુલમ વિરુદ્ધ નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન અમે તને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે. જેથી તમે અમારી શક્તિને સમજો, આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ખાલી ઘર પર ગોળીઓ ચલાવવામાં આવશે નહીં.

બિશ્નોઈ ગેંગ અનેક વખત ધમકી આપી ચૂકી છે

ગયા વર્ષે માર્ચમાં સલમાનની ઓફિસ પર એક ઈ- મેઇલ આવ્યો હતો, જેમાં બિશ્નોઈ ગેંગે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.   કહેવામાં આવ્યું હતું કે સલમાને લોરેન્સ બિશ્નોઈ દ્વારા ન્યૂઝ ચેનલને આપેલો ઈન્ટરવ્યું જોયો જ હશે અને જો તેણે નથી જોયો તો તે જોવો જોઈએ. જો ખાન આ કેસ બંધ કરવા માંગે છે, તો તેણે ગોલ્ડી ભાઈ સાથે રૂબરૂ વાત કરવી જોઈએ.

આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત આવી ધમકીઓ આપવામાં આવી હતી. આ વખતે તેમના ઘર પર ફાયરિંગથી લોકો ચોંકી ગયા છે. સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કની પર ફાયરિંગ થયું હતું. બાજુમાં દિવાલના AC પાસે બુલેટ ફાયરના નિશાન મળ્યાં હતા. ફોરેન્સિક ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મુંબઈની બાંદ્રા પોલીસે આઈપીસીની કલમ 307 અને આર્મ્સ એક્ટ હેઠળ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસ સલમાન ખાનના સિક્યોરિટી ગાર્ડના નિવેદનના આધારે નોંધવામાં આવ્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch