Sat,27 July 2024,8:44 pm
Print
header

કર્ણાટકની સીએમ તરીકે સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમાર શપથ લેશે- Gujarat Post

બેંગ્લુરુઃ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા શનિવારે કર્ણાટકના સીએમ તરીકે શપથ લેશે. ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે અને કેટલાક મંત્રીઓ પણ તેમની સાથે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 12.30 કલાકે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. સિદ્ધારમૈયા કેબિનેટની રચના અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા શિવકુમાર સાથે શુક્રવારે દિલ્હી પહોંચ્યાં હતા. સિદ્ધારમૈયાએ શિવકુમાર અને કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાની સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી હતી. મીટિંગ બાદ શનિવારે વહેલી સવારે બેંગ્લોર જવા રવાના થયા હતા.

કર્ણાટકના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સિદ્ધારમૈયા માટે આગળનો રસ્તો સરળ દેખાઈ રહ્યો નથી. મોટી મુશ્કેલી સાથે નાયબ મુખ્યપ્રધાન બનવાની તૈયારી કરી ચૂકેલા ડીકે શિવકુમારને અત્યારે ભલે કોઈ જોખમ ન હોય, પરંતુ જી પરમેશ્વર નારાજ હોવાનું કહેવાય છે. પરમેશ્વરએ નાયબ મુખ્ય પ્રધાનની નિમણૂંકની માગણી કરી હતી, જેને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા અવગણવામાં આવ્યાં હતા. માત્ર એક નાયબ મુખ્ય પ્રધાનની નિમણૂંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 વિપક્ષના આ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન

એનસીપીના શરદ પવાર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ

નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા

બિહારના નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch