Sat,04 May 2024,4:25 am
Print
header

જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલોઃ વાતચીતનું રેકોર્ડિંગ ન થાય અને ભાંડો ન ફૂટે એટલે આવી રીતે કરતા હતા વાત- Gujarat Post

જૂનાગઢઃ બેંક ખાતા અનફ્રીઝ કરવા અંગેના તોડકાંડમાં સામેલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની વાતચીતનું રેકોર્ડિગ ન થાય અને ભાંડો ન ફૂટી જાય એ માટે વોટ્સએપ કોલ પર સંપર્ક કરતા હતા. આ તોડને પ્રેક્ટીસ નામનો કોડ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ લોકો વોટ્સએપ કોલ કરીને ખાતા ધારકોને પણ ધમકાવતા હતા.

જૂનાગઢ એસઓજી કમ સાયબર સેલના સસ્પેન્ડેડ પી.આઈ. એ.એમ.ગોહિલ, એ.એસ.આઈ. દિપક જાની અને તેને બેંક ખાતાની વિગતો આપનાર માણાવદરના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટ સામે ગુનો દાખલ થયો છે, જેની એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ તોડકાંડમાં સામેલ તરલ ભટ્ટ, એ.એમ.ગોહિલ અને એ.એસ.આઈ દિપક જાની પોતાનો ભાંડો ન ફૂટી જાય એ માટે ખાતા અનફ્રીઝ કરવા સહિતની વાતચીત કરવા માટે વોટ્સએપ કોલ પર સંપર્ક કરતા હતા. જેમાં તોડને પ્રોફેશનલ નામે પ્રેક્ટીસનું નામ આપવામાં આવ્યું હતું.  

તોડકાંડમાં સામેલ પોલીસ અધિકારીઓ વાતચીતનું રેકોર્ડીંગ ન થાય તે માટે વોટ્સએપ કોલનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આ કોલ દ્વારા થયેલી વાતચીતના પુરાવા સામે આવ્યાં છે. હાલ એ.ટી.એસ. દ્વારા ફોન નંબરના આધારે વોટ્સએપ ચેટ અને કોલ અંગેની તપાસ કરાઇ રહી છે.

આ ગેંગે કેટલા વેપારીઓ પાસેથી રૂપિયા પડાવ્યાં છે તે અંગે પણ તપાસ જરૂરી છે, તરલ ભટ્ટે તો અમદાવાદમાં પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યાંની વાત સામે આવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch