Sun,05 May 2024,10:29 pm
Print
header

બ્રિટિશ અખબારનો જોરદાર દાવો, હવે ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરી રહ્યું છે

નવી દિલ્હીઃ ભારત હવે દરેક મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક હોય કે આંતરરાષ્ટ્રીય મંચ, પાકિસ્તાનને ખુલ્લેઆમ જવાબ આપવામાં આવી રહ્યો છે. સાથે જ પાડોશી દેશમાં ભારતના દુશ્મનોની સફાયો થઇ રહ્યો છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને આ અંગે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે આતંકીઓના ખાતમા પાછળ ભારતનો હાથ છે.

બ્રિટિશ અખબારનો દાવો, પીએમ મોદી આપી રહ્યાં છે આદેશ

બ્રિટિશ અખબારે દાવો કર્યો છે કે ભારતની ગુપ્તચર એજન્સી RAWનો હાથ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આદેશ એટલા માટે આપી રહ્યાં છે કારણ કે તેઓ RAWને નિયંત્રિત કરે છે. સરકાર વિદેશમાં એવા દુશ્મનોને ખતમ કરી રહી છે જેઓ ભારત માટે ખતરો છે.

ભારત સરકારે ઇનકાર કર્યો હતો

ભારત સરકારે બ્રિટિશ મીડિયાના દાવાને ફગાવી દીધો છે. સરકારે આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે ભારત ક્યારેય આવી હત્યાઓ કરતું નથી.

પુલવામાનો બદલો લેવામાં આવી રહ્યો છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે 2019માં પુલવામા હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષા માટે આ ઓપરેશન હાથ ધર્યું છે. પાકિસ્તાનમાં 2020 થી અત્યાર સુધીમાં લગભગ 20 હત્યાઓ થઈ છે, જે અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવી છે.

માર્ચ 2022 માં કરાચી ગોળીબારને અંજામ આપવા માટે અફઘાન નાગરિકોને લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યાં હતા. તેઓ સરહદ પાર કરીને ભાગી ગયા હતા, પરંતુ બાદમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ તેમના હેન્ડલર્સની ધરપકડ કરી હતી. જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર શાહિદ લતીફનું પણ પાકિસ્તાનમાં મોત થયું હતું.

એવો પણ દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાની તપાસકર્તાઓએ શોધી કાઢ્યું છે કે આતંકીઓને શોધવા માટે એક ગુપ્ત ભારતીય એજન્ટ દ્વારા  લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch