- અમદાવાદમાં રાતથી વરસાદની જમાવટ
- મુખ્યમંત્રીએ સરદાર સરોવર ડેમની સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચતા વધામણાં કર્યાં
- નર્મદાના પાણી ભરૂચમાં પ્રવેશ્યાં, 600થી વધુ લોકોનું રેસ્ક્યૂ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગઇકાલથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ છે. અમદાવાદમાં પણ ગત રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરવાહડફમાં 10.25 ઈંચ, છોટા ઉદેપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી વધતા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચ, અંકલેશ્વર સહિતના કાંઠાના શહેરો, ગામોમાં જળસપાટી વધી છે.
વરસાદને કારણે વડોદરા નજીક ડભોઇ - ચાંદોદ નજીકથી પસાર થઇ રહેલી નર્મદા નદીના પાણી ગામોમાં ઘૂસવા લાગ્યા છે.અહીં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, સાથે જ ચાંદોદના બજારોમાં પાણી ભરાયા છે. ઓરસંગ નદી ચાંદોદ કરનાળી નજીક એક થતી હોય જેને લઈને ચાંદોદ, કરનાળી ગામોમાં વિકટ સ્થિતિ ઉભી થઈ શકે છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 31 ફૂટને પાર કરી ગઇ છે. નર્મદાના પાણી ભરૂચ શહેરમાં પ્રવેશવાના શરૂ થઈ ગયા છે. 600થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક જળ સપાટીએ છલકાતાં એકતાનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના નીરના વધામણા કર્યાં. નર્મદાના મૈયાની કૃપા ગુજરાત પર સદૈવ વરસતી રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના કરી હતી. એક્સ પર લખ્યું, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી, તેના પરિણામે આજે ડેમનો પૂર્ણ ક્ષમતાએ ઉપયોગ થઈ રહ્યો છે અને નર્મદા મૈયાના જળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોને નવપલ્લવિત કરી રહ્યાં છે.
સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક જળ સપાટીએ છલકાતાં એકતાનગર ખાતે નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા. નર્મદાના મૈયાની કૃપા ગુજરાત પર સદૈવ વરસતી રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના કરી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 17, 2023
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સુકાન… pic.twitter.com/PwXNAveV7v
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, ગૃહમંત્રી શાહ અંતિમ દર્શન કરવા જશે | 2025-06-16 08:30:05
રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રાની તૈયારીઓ, આ રૂટ રહેશે બંધ - Gujarat Post | 2025-06-15 11:51:28
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
હું થાકી ગયો છું હવે કોઇ રસ્તો નથી....મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની,પુત્રએ કેનાલમાં ઝંપલાવ્યું | 2025-06-08 17:47:51
પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી - Gujarat Post | 2025-06-04 20:04:25