Fri,03 May 2024,6:32 pm
Print
header

નશાખોર નેતાજી...ગોંડલમાં કોંગ્રેસ પ્રમુખ નશાની હાલતમાં ઝડપાયા- Gujarat Post

એસએમસી દ્વારા દારૂ ઝડપાયાની ઘટનામાં કોંગ્રેસ પ્રમુખે કામગીરીને બીરદાવવા આવેદન પત્ર પાઠવ્યું હતું

મકાનની છત પરથી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

ગોંડલ:તાજેતરમાં ગોંડલ સિટી પોલીસ મથકમાં ડીવાયએસપીના યોજાયેલા લોકદરબારમાં દારૂ જુગાર અંગે રજુઆત કરનારા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા જ ખુદ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યાં હતા. પ્રાપ્ત વિગત મુજબ, તાલુકા પીએસઆઇ જે.એમ.ઝાલાને ગુંદાળા રોડ પર આવેલી ડેકોરા સીટીમાં રહેતા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા દારૂ પીને બકવાસ અને ખેલ કરતા હોવાની માહિતી મળતા પોલીસ ડેકોરા સીટી દોડી પહોંચી હતી અને આશિષને તેમના રહેણાંક મકાનની છત પરથી દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. અગાઉ પણ આ આગેવાન પીધેલી હાલતમાં તેમની ઓફિસેથી ઝડપાયા હતા.

તાલુકામાં એસએમસી દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપાયાની ઘટનામાં આશિષ કુંજડીયા અને કોંગ્રેસ દ્વારા એસએમસીની કામગીરીને બીરદાવી દારૂના દુષણને નાથવા તાલુકા પોલીસમા આવેદનપત્ર અપાયું હતું. પરંતુ હવે ખુદ આવેદન પત્ર આપનાર જ નશાની હાલતમાં પકડાયા છે. ત્યારે તેમના વિરોધીઓ પણ કહી રહ્યાં છે કે આવા દારૂડિયાઓ જેલના સળિયા પાછળ જ હોવા જોઇએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch