Fri,20 September 2024,11:47 am
Print
header

સોનિયા-રાહુલ ગાંધીને ઝટકો, ED એ યંગ ઈન્ડિયાની રૂ.751 કરોડની સંપત્તિ કરી જપ્ત- Gujarat Post

નવી દિલ્હીઃ EDએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઈન્ડિયાની રૂ. 751 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.એજન્સી આ મામલે અગાઉ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી છે. એજન્સીના જણાવ્યાં અનુસાર, કેસની તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) એ દિલ્હી, મુંબઈ, લખનઉ જેવા કેટલાક શહેરોમાં 661.69 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોને લઇને આ કાર્યવાહી કરી છે.

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુએ 20 નવેમ્બર 1937ના રોજ એસોસિએટેડ જર્નલ લિમિટેડ એટલે કે AJLની રચના કરી હતી. તેનો હેતુ વિવિધ ભાષાઓમાં અખબારો પ્રકાશિત કરવાનો હતો. ત્યારબાદ AJL અખબારો હેઠળ અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ, હિન્દીમાં નવજીવન અને ઉર્દૂમાં કૌમી આવાઝ પ્રકાશિત થયા હતા.

AJLની રચનામાં પં. જવાહરલાલ નેહરુની ભૂમિકા હોવા છતાં, તેમની પાસે તેના પર ક્યારેય માલિકીનો અધિકાર ન હતો. કારણ કે, 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓ આ કંપનીને ટેકો આપતા હતા અને તેઓ તેના શેરધારકો પણ હતા. 90ના દાયકામાં આ અખબારોને ખોટ થવા લાગી. 2008 સુધીમાં, AJL પર રૂ. 90 કરોડથી વધુનું દેવું હતું. પછી એજેએલએ નિર્ણય લીધો કે હવે અખબારો પ્રકાશિત કરવામાં આવશે નહીં. અખબારોનું પ્રકાશન બંધ કર્યા પછી, AJL એ પ્રોપર્ટી બિઝનેસમાં પ્રવેશ કર્યો. 2010માં AJL પાસે 1057 શેરધારકો હતા. નુકસાન સહન કર્યાં પછી, તેનું હોલ્ડિંગ યંગ ઈન્ડિયા લિમિટેડ એટલે કે YIL માં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. યંગ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના એ જ વર્ષે એટલે કે 2010માં થઈ હતી. જેમાં તત્કાલીન કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ રાહુલ ગાંધી ડિરેક્ટર તરીકે જોડાયા હતા. કંપનીમાં 76 ટકા હિસ્સો રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી પાસે હતો. બાકીના 24 ટકા કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસ (બંને મૃતકો) પાસે હતો.

ચીનમાંથી ફંડિગ લીધાના આક્ષેપો અને અન્ય કેટલીક તપાસને આધારે ઇડીએ આ કાર્યવાહી કરી છે અને આગામી સમયમાં પણ સોનિયા અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch