Fri,03 May 2024,4:18 pm
Print
header

ભાજપ હવે સફાયો કરવાના મૂડમાં ! પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત 8 નેતાઓને પક્ષવિરોધી કામ કરવા બદલ ફટકારી નોટિસ

ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરવા બદલ નોટિસ

શિસ્તભંગની નોટિસનો 7 દિવસમાં આપવો પડશે જવાબ

રાજકોટઃ ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર છે, વડોદરા, રાજકોટ અને કચ્છમાં ભાજપનો જૂથવાદ લોકસભા ચૂંટણીમાં માથાનો દુખાવો બની શકે છે, પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે ષડયંત્રો કરાયા છે, જેમાં પૂર્વ મંત્રી ગણપત વસાવાના નજીકના લોકોને પાર્ટીએ બહારનો રસ્તો બતાવી દીધો છે. બાદમાં પ્રદિપસિંહ વાઘેલાને ઘરભેગા કરી દેવામાં આવ્યાં અને હવે રાજકોટનો નવો વિવાદ શરૂ થયો છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ભીમજી કલોલા, કાનજી ખાપરા,નરેન્દ્ર ભુવા, અરજન રૈયાણી, બાબુ નસીત, નીતિન ઢાંકેચા, મનસુખ સરખારાને નોટિસ આપીને જવાબ માંગ્યો છે, 7 દિવસમાં જો તેઓ યોગ્ય જવાબ નહીં આપે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પાર્ટીએ વ્હીપ જાહેર કર્યું હતુ, તેમ છંતા આ નેતાઓએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું છે.

આ તમામ બાબતો કમલમ સુધી પહોંચી હતી અને હવે પાર્ટીએ શિસ્તભંગની નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે, નોંધનિય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ભાજપના બે જૂથ થઇ ગયા છે, જે આગામી ચૂંટણી માટે ભાજપની ચિંતા વધારી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch