Sun,28 April 2024,12:20 am
Print
header

અમે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિમાં માનીએ છીએ, 2024 માં પણ આવશો તો અમારી જ સરકારઃ મોદી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને જૂન 2024 સુધી એક્સટેન્શન મળ્યું

2024ની ચૂંટણી નડ્ડાના નેતૃત્વમાં જ લડાશે

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે પાર્ટીના ટોચના નેતાઓએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે 'આપણે આગામી 100 દિવસમાં સાથે મળીને કામ કરવાનું છે. તમામ મતદારો સુધી પહોંચવાનું રહેશે. દરેક વર્ગ સુધી પહોંચવું પડશે. આપણે બધાનો વિશ્વાસ મેળવવો પડશે. જો દરેકનો આ પ્રયાસ હશે તો ભાજપને દેશની સેવા કરવા માટે વધુમાં વધુ બેઠકો મળશે.

વડાપ્રધાને કહ્યું, ગઈકાલે મને બધાની સાથે બેસવાની તક મળી. હું નડ્ડાજી, તેમની સમગ્ર ટીમ અને તમને બધાને અભિનંદન આપું છું. જ્યારે હું એક વર્ષના કામનો અહેવાલ સાંભળતો હતો ત્યારે હું એટલો પ્રભાવિત થયો હતો કે ભાજપના કાર્યકરો સત્તામાં હોવા છતાં સમાજ માટે આટલું કામ કરે છે. આ બે દિવસોમાં થયેલી ચર્ચાઓએ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેના અમારો સંકલ્પ મજબૂત કર્યો છે.

મોદીએ જૈન મહારાજને યાદ કર્યાં

પીએમ મોદીએ કહ્યું, 'નડ્ડાજી દ્વારા હું તમને બધાને અભિનંદન આપું છું. આજે તમામ દેશવાસીઓ વતી હું સંત શિરોમણી આચાર્ય શ્રી પૂજ્ય વિદ્યાસાગર મહારાજને આદર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની સમાધિ લેવાના સમાચાર મળતા તેમના અનુયાયીઓ શોકમાં ગરકાવ છે. અમે બધા શોકમાં છીએ. મારા માટે તે અંગત ખોટ જેવું લાગે છે. આટલા વર્ષોમાં મને ઘણી વખત તેમને રૂબરૂ મળવાની અને તેમનું માર્ગદર્શન મેળવવાની તક મળી છે. આ મારું સૌભાગ્ય છે કે 50 થી વધુ વર્ષોથી મને દેશની પ્રખ્યાત આધ્યાત્મિક હસ્તીઓના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો છે. તેથી જ હું તે શક્તિને જાણું છું અને અનુભવું છું.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch