Sun,05 May 2024,8:46 pm
Print
header

22 વર્ષ પછી સજા આપવામાં આવી, એક ભારતીય સહિત બે લોકોની હત્યા કરનારાને ઇંજેક્શનથી અપાઇ મોતની સજા

હ્યુસ્ટનઃ 2002માં અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં એક ભારતીય સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે 22 વર્ષ પછી આ કેસમાં ગુનેગારને મોતની સજા આપવામાં આવી હતી. માઈકલ ડ્વેન સ્મિથને (ઉ.વ-41) મેકએલેસ્ટરની જેલમાં એક મોતનું ઈન્જેક્શન અપાયું હતુ. આ કેસમાં મૃતકના ભારતીય પરિવારે દોષિત સ્મિથને માફ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

2002માં હત્યા કરી હતી

માઈકલ ડ્વેને 24 વર્ષીય શરદ પુલ્લુરુ અને 40 વર્ષીય જેનેટ મૂરની હત્યા કરી હતી. સ્મિથે 22 ફેબ્રુઆરી, 2002ના રોજ બે અલગ-અલગ ઘટનાઓમાં શરદ અને મૂરની હત્યા કરી હતી. કોર્ટે આરોપીને દોષિત માનીને ફાંસીની સજા આપી હતી. ઓક્લાહોમાના એટર્ની જનરલ જેન્ટનર ડ્રમન્ડે સ્મિથની સજા બાદ એક નિવેદન બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે તેમને આશા છે કે આ સજા મૂર અને શરદના પરિવારને થોડી શાંતિ આપશે.

શરદ અમેરિકા ભણવા ગયો

એટર્ની જનરલ જેન્ટનર ડ્રમન્ડે કહ્યું કે હું ઇચ્છું છું કે ઓક્લાહોમાના લોકોને ખબર પડે કે માઈકલ સ્મિથે જે બે લોકોની હત્યા કરી છે તે ખૂબ જ શિષ્ટ અને સારા લોકો હતા. તેમને નસીબનો સાથ ન મળ્યો. શરદ એક પ્રતિભાશાળી યુવાન હતો જે અમેરિકા ભણવા આવ્યો હતો, તે તેના પરિવારના ઘણા લોકો માટે પ્રેરણારૂપ હતો. બંનેની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ ખોટા સમયે ખોટી જગ્યાએ હતા. હું આભારી છું કે તેમને ન્યાય મળ્યો.

અમે આરોપીને માફ કરી શકતા નથી

આ પહેલા ન્યૂઝ ચેનલે શરદના ભાઈ હરીશ પુલ્લુરુના નિવેદનને ટાંક્યું હતું. હરીશે સ્મિથને માફ કરવાનો ઇનકાર કર્યો હતો. હરીશે કહ્યું હતું કે તેના માતા-પિતા દરરોજ જે પીડામાંથી પસાર થાય છે તે તેણે જોયું છે. શરદ પ્રેમાળ પુત્ર, ભાઈ અને કાકા હતા. તે અમારા પરિવારનો જીવ હતો. તેની હત્યા પછી અમે દરરોજ મરી રહ્યાં છીએ. અમે સ્મિથને માફ કરી શકતા નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch