Sun,05 May 2024,11:26 pm
Print
header

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનું અપહરણ, હૈદરાબાદમાં પરિવારજનોને ખંડણીનો આવ્યો ફોન, કિડની વેચવાની આપી ધમકી

અમેરિકાઃ વિદેશમાં અભ્યાસ કરતા અનેક ભારતીય વિદ્યાર્થીઓનાં મોત બાદ હવે હૈદરાબાદના એક વિદ્યાર્થીના અપહરણનો મામલો સામે આવ્યો છે. ગુમ થયેલા વિદ્યાર્થીના પરિવારજનોએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે મોહમ્મદ અબ્દુલ 7 માર્ચથી ગુમ છે અને હવે ફોન કરીને તેમની પાસે ખંડણી માંગવામાં આવી છે.

રૂમમેટ્સે ક્લેવલેન્ડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

અબ્દુલના પિતા મોહમ્મદ સલીમે જણાવ્યું કે તેમના પુત્રએ તેમની સાથે છેલ્લે 7 માર્ચે ફોન પર વાત કરી હતી. ત્યારથી અબ્દુલ સાથે કોઈ સંપર્ક થયો નથી. તેનો મોબાઈલ પણ સતત સ્વીચ ઓફ થઈ રહ્યો છે. અબ્દુલના પરિવારજનોએ એમ પણ જણાવ્યું કે 19 માર્ચે એક અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરીને ખંડણીની માંગણી કરી હતી.

ફોન કરનારે કથિત રીતે તેના અપહરણનું વર્ણન કર્યું હતું અને તેની મુક્તિના બદલામાં US$1,200ની માંગણી કરી હતી. એટલું જ નહીં, જો ખંડણી નહીં ચૂકવવામાં આવે તો અબ્દુલની કિડની વેચી દેવાની ધમકી પણ આપી હતી. અમેરિકામાં અબ્દુલના રૂમમેટ્સે ક્લેવલેન્ડ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

ખંડણીખોરે તેમના પુત્ર સાથે વાત કરાવી ન હતી

અબ્દુલના પિતાએ કહ્યું ગઈકાલે મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ફોન કરનારે મને કહ્યું કે મારા પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસાની માંગણી કરવામાં આવી છે. જો કે ફોન કરનારે ચુકવણીની પદ્ધતિનો ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ માત્ર રકમ ચૂકવવાનું કહ્યું હતું. જ્યારે મેં ફોન કરનારને મારા પુત્ર સાથે વાત કરવાની પરવાનગી આપવા કહ્યું ત્યારે તેણે ના પાડી.

ગુમ થયેલ વિદ્યાર્થી ગયા વર્ષે મે મહિનામાં અભ્યાસ માટે અમેરિકા ગયો હતો

ગુમ થયેલા વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે તે મૂળ હૈદરાબાદના નાચારામનો રહેવાસી છે. તેમનો પુત્ર અબ્દુલ મે 2023માં ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાંથી ITમાં માસ્ટર્સ કરવા માટે અમેરિકા ગયો હતો. તે ત્યાં ક્લેવલેન્ડમાં રહેતો હતો.

કેન્દ્રને અપીલ કરી હતી

ભારતમાં અબ્દુલના માતા-પિતાએ કેન્દ્રને તેમના પુત્ર અને તેના સુરક્ષિત પાછા ફરવા માટે અપીલ કરી છે. તેમને આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે તેમના પુત્રને શોધવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવા માટે જરૂરી પગલાં ભરવા વિનંતી કરી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch