Fri,03 May 2024,7:34 am
Print
header

મોદીનો જાદુ થયાવત....રામ મંદિર અને હિેન્દુઓનો પ્રેમ ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી દેશેઃ પ્રસિદ્ધ બ્રિટિશ અખબારનો દાવો

2024 માં ફરી નરેન્દ્ર મોદીનો છવાશે જાદુ

હિન્દુઓની લાગણી મોદી સાથે

લંડનઃ હાલમાં અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે, મોદી અયોધ્યા પહોંચ્યાં હતા, ત્યારે હજારો લોકો તેમનું અભિવાદન કરવા પહોંચી ગયા હતા, આ દ્રશ્યો જોયા પછી તેમની લોકચાહના વધી હોવાનો વિદેશી અખબારો પણ દાવો કરી રહ્યાં છે, હવે બ્રિટનના જૂના અને પ્રસિદ્ધ અખબાર ધ ગાર્ડિયનના એક લેખમાં દાવો કરાયો છે કે 2024 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપની જીત થશે અને ત્રીજી વખતે મોદીને વડાપ્રધાન પદે બેસાડાશે.

ભારતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે તનાવ વધી રહ્યો છેઃ ધ ગાર્ડિયન

મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી હતી, જેનો ફાયદો થશે

હન્નાહ એલિસ પીટરસના લેખમાં રામ મંદિરની ભવ્ય પૂજા, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના ત્રણ રાજ્યોમાં મળેલી પ્રચંડ જીત અને હિન્દુઓની ભાજપ પ્રત્યેની લાગણીનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે આ બધા મુદ્દાઓ જોતા મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનતા કોઇ રોકી શકશે નહીં, ભારતમાં ભાજપ અને મોદી સરકારે કરેલા કામોને લઇને પણ તેમની વોટબેંક વધી રહી છે.

હિન્દુત્વના મુદ્દાને કારણે ભાજપને વધારે વોટ મળશે, સાથે જ ત્રણ રાજ્યોમાં જીત બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધી ગયો છે. ભાજપ માટે ઉત્તર ભારતનો પટ્ટો વધારે મજબૂત દેખાઇ રહ્યો છે. જ્યારે કોંગ્રેસ સહિતનો વિપક્ષ ભારતમાં નબળો દેખાઇ રહ્યો છે, વિપક્ષોએ કરેલું ગઠબંધન પણ ટકી શકશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. જેનો લાભ પણ ભાજપને થઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch