Fri,17 May 2024,5:09 am
Print
header

વડોદરાઃ દિયરે ભાભીને ઘેનની દવા આપીને આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારીને વાયરલ કરવાની આપી ધમકી- Gujarat Post

(પ્રતીકાત્મક તસવીર)

દોઢ મહિના પહેલા આ યુવક મજૂરી અર્થે વડોદરા આવ્યો હતો

ભાભીની તબિયત ખરાબ હોવાથી દિયરને દવા લેવા મોકલ્યો હતો

દુષ્કર્મ બાદ 25 હજાર રૂપિયા લઈને ભાગી ગયો અને જતા જતા પોલીસ ફરિયાદ કરશો તો વીડિયો વાયરલ કરવાની આપી ધમકી

વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.દિયરે ભાભીને ઘેનની દવા આપીને દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો ઉતાર્યો હતો. જે બાદ આરોપી 25 હજાર રૂપિયા લઈને ભાગી ગયો હતો અને જો પોલીસ ફરિયાદ કરીશ તો વીડિયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતો ગયો હતો.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રાયબરેલીનો શ્રમજીવી પરિવાર રહે છે. પતિ સવારના 10ઃ30 વાગ્યાની આસપાસ  કામે જાય છે અને રાત્રે 11 વાગે પાછા આવે છે.દરમિયાન દોઢ માસ પહેલાં શ્રમજીવી યુવકનો દૂરનો પિતરાઈ યુપીથી છૂટક મજૂરી કરવા વડોદરા આવ્યો હતો. તે શ્રમજીવી પરિવાર સાથે જ વડોદરામાં રહેતો હતો. ગયા સપ્તાહમાં શ્રમજીવીની પત્નીની તબિયત બગડતાં તેણે ઘરમાં હાજર દિયેરને કહ્યું હતું કે, તું પતિને ફોન કરીને કહી દે કે ઘેર આવતાં સમયે દવા લઇને આવે.

પરંતુ પછીથી દિયર દુકાનેથી દવા લઇને આવ્યો હતો, પણ તે ઘેનની દવા હતી એટલે તે પીતાં જ મહિલા બેહોશ થઇ ગઇ હતી. મહિલા બેહોશ થઇ જતાં દિયેરે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તે હોશમાં આવ્યાં બાદ તેને માર મારીને રૂ. 25 હજાર રૂપિયા અને તેનો મોબાઈલ લઇને દિયેર વતનમાં ભાગી ગયો હતો. સાંજના સમયે પતિ ઘરે આવતાં પત્નીએ આ વાત કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ કરતા માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch