Sun,05 May 2024,2:02 pm
Print
header

અમેરિકા-બ્રિટને નવું યુદ્ધ શરૂ કર્યું, યમનમાં જોરદાર હુમલા, હૂથીએ કહ્યું અમે યોગ્ય જવાબ આપીશું

રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ બાદ હવે દુનિયા વધુ એક યુદ્ધ જોવા માટે તૈયાર છે. અમેરિકા અને બ્રિટને ઈરાન તરફી હૂથી બળવાખોરો સામે યુદ્ધની ઘોષણા કરી છે. અમેરિકન અને બ્રિટિશ દળોએ યમનમાં હૂથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા કર્યા છે. મિસાઇલો અને ફાઇટર જેટ્સનો ઉપયોગ કરીને બંને દેશોની સેનાઓએ ઝડપી હવાઈ હુમલાઓ અને બોમ્બ ધડાકા કર્યાં અને યમનમાં ઘણા હૂથી સ્થાનોને નષ્ટ કર્યાં છે. આ હવાઈ હુમલાઓમાં હૂથી વિદ્રોહીઓને ભારે નુકસાન થયું છે. આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધી શકે છે.

અમેરિકા અને બ્રિટનની આ સંયુક્ત કાર્યવાહીનો હૂથી બળવાખોરોએ પણ જવાબ આપ્યો છે. હુતીની સેનાએ લાલ સમુદ્રમાંથી ઘણા અમેરિકન લક્ષ્યો પર હુમલો કર્યો છે. હૂથી બળવાખોરોએ ઈરાન અને ઈરાકમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો કરીને બદલો લીધો છે અને ચેતવણી આપી છે કે તેઓ અમેરિકા અને બ્રિટનને જવાબ આપશે. હૂથીએ પુષ્ટિ કરી છે કે યમનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ જોવા મળ્યાં છે. 19 નવેમ્બર 2023 થી હૂથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં જહાજો પર 27 વખત હુમલો કર્યો છે.

બાઇડેને શું કહ્યું ?

યમનમાં હૂથી વિરૂદ્ધ કાર્યવાહી પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા બાદ અમેરિકન અને બ્રિટિશ દળોએ રક્ષણાત્મક કાર્યવાહીમાં યમનમાં ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા શરૂ કર્યાં છે. ઓસ્ટ્રેલિયા, બહેરીન અને કેનેડાના સમર્થનથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જો જરૂર પડશે તો તે વધુ લશ્કરી કાર્યવાહીનો આદેશ આપતા અચકાશે નહીં.

હૂથીઓ સતત જહાજો પર હુમલા કરી રહ્યાં છે

ઇઝરાયેલ-હમાસ યુદ્ધથી પેલેસ્ટિનિયનોના સમર્થનમાં હૂથી બળવાખોરો લાલ સમુદ્રમાં સતત જહાજોને નિશાન બનાવી રહ્યાં છે. યમનના હૂથી બળવાખોરોએ મંગળવારે મોડી રાત્રે લાલ સમુદ્રમાં બોટને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો હતો. પ્રાઈવેટ ઈન્ટેલિજન્સ કંપની 'એમ્બ્રે'ના જણાવ્યાં અનુસાર આ હુમલો યમનના બંદર શહેરો હોદેઈદા અને મોખા પાસે થયો હતો. હોડેઇડામાં મિસાઇલ અને ડ્રોન જોયા બાદ બોટોએ અમેરિકા અને તેના સહયોગી દેશોના યુદ્ધ જહાજોને જાણ કરી હતી.

હૂથીનો હેતુ શું છે ?

હૂથી શિયા વિદ્રોહીઓનું એક જૂથ છે, જેણે 2014 થી યમનની રાજધાની પર કબ્જો કર્યો છે. તાજેતરમાં હૂથી બળવાખોરોએ 'લાલ સમુદ્રમાં ઈઝરાયેલના જહાજને નિશાન બનાવ્યું હતું.' હૂથી બળવાખોરોનું કહેવું છે કે તેમના હુમલાનો હેતુ ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના હવાઈ અને જમીની હુમલાને રોકવાનો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch