Fri,03 May 2024,4:44 am
Print
header

અમેરિકામાં વધુ એક ભારતીય પરિવાર વિખેરાયો...ત્રણ લોકોનાં મૃતદેહો તેમના ઘરમાંથી મળી આવ્યાં

કરનાલઃ હરિયાણાના કરનાલના જાણીતા વકીલ તજેન્દ્ર પાલ બેદીના જમાઈ રાકેશ કમલ, પુત્રી ટીના અને પૌત્રી એરિયાનાનું અમેરિકામાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. ત્રણેયના મૃતદેહો તેમના ઘરમાંથી મળી આવ્યાં હતા. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યાં  છે અને આ રિપોર્ટમાં મોતનું કારણ બહાર આવશે.સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. એડવોકેટ તજેન્દ્ર સિંહ પાલે લગભગ 25 વર્ષ પહેલા તેમની પુત્રીના લગ્ન રાકેશ કમલ સાથે કર્યાં હતા. ત્યારથી પુત્રી પણ અમેરિકામાં જ રહેતી હતી.કરનાલમાં આ ઘટનાની જાણકારી મળતા જ નજીકના સંબંધીઓ પોતાનું દુઃખ વ્યક્ત કરવા તજેન્દ્ર સિંહના ઘરે પહોંચ્યાં હતા.

પડોશીના જણાવ્યાં અનુસાર ટીના ખૂબ જ આશાસ્પદ હતી.તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.  ટીના હાલમાં જ ગત વર્ષે જૂન 2023માં કરનાલ આવી હતી. દરમિયાન તે લગભગ એક મહિના સુધી અહીં રોકાઇ હતી. ટીના અને તેનો પરિવાર ખૂબ ફ્રેન્ડલી હતો. તેમના પિતા તજેન્દ્ર સિંહ પણ એક સારા વ્યક્તિ છે.

શું છે સમગ્ર મામલો ?

ભારતીય મૂળના દંપતી અને તેમની પુત્રીના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યાં છે. રાકેશ કમલ એડટેક કંપનીના સીઈઓ હતા. તેઓ અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં રહેતા હતા. ગુરુવારે (28 ડિસેમ્બર, 2023) આ ત્રણેયના મૃતદેહ મળી આવ્યાં હતા. આ કેસમાં નોર્ફોક ડિસ્ટ્રિક્ટ એટર્ની (DA) માઈકલ મોરિસીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે આ ઘટના 'ઘરેલુ હિંસા' સાથે સંબંધિત હોઈ શકે છે, કારણ કે રાકેશ ઉર્ફે રિકીના મૃતદેહ પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું હતું. રાકેશની કંપની એડટેક એડુનોવા દેવું થઈ ગયું હોવાની વાત પણ સામે આવી છે. પોલીસ હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch