Thu,02 May 2024,11:44 pm
Print
header

ભારતનો ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ કરાંચીની હોસ્પિટલમાં દાખલ હોવાનો દાવો, ઝેર અપાયું હોવાની ચર્ચાઓ તેજ

પાકિસ્તાનઃ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. 

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને કોઈએ ઝેર આપ્યું છે. જેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાઉદની ગેંગના ભૂતપૂર્વ સભ્યએ પુષ્ટિ કરી કે દાઉદ ગંભીર બીમારીને કારણે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે, તેને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે જે ફ્લોર પર તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી.

માત્ર ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના નજીકના લોકો જ ત્યાં જઈ શકશે. ઝેર આપવા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. મુંબઈ પોલીસ અધિકારીઓ દાઉદના નજીકના સંબંધીઓ (ભત્રીજા અલીશા પારકર અને સાજિદ વાગલે) પાસેથી પણ આ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 65 વર્ષીય ભાગેડું ઘણા વર્ષોથી કરાચીમાં વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓથી બચીને રહે છે. આ પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે.

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા સર્વર ડાઉન

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કામ કરી રહ્યું નથી. યુટ્યુબ, ગુગલ વગેરેના સર્વર ડાઉન છે. દાઉદ ઈબ્રાહિમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ઝેર આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે. તેમની હાલત નાજુક છે અને તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવાઓ અચાનક ઠપ થઈ ગઈ છે. તેનાથી આશંકા વધુ ઘેરી બને છે. આ સમાચાર આવતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સર્વિસ અચાનક કેવી રીતે ડાઉન થઈ શકે છે.

આ રીતે દાઉદ ડી-કંપનીનો વડા બન્યો

દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1955માં મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયો હતો. તેના પિતા ઈબ્રાહીમ કાસકર પોલીસ કોન્સ્ટેબલ હતા. બાદમાં દાઉદ ઈબ્રાહિમનો પરિવાર મુંબઈના ડોંગરી વિસ્તારમાં સ્થાયી થયો હતો. 70ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડમાં દાઉદનું નામ ઝડપથી ઉછળવા લાગ્યું. અગાઉ તે હાજી મસ્તાન ગેંગમાં કામ કરતો હતો. ત્યાં રહીને તેનો પ્રભાવ વધવા લાગ્યો. લોકો તેની ગેંગને ડી-કંપની કહેવા લાગ્યા. 

મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ

તે 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો. વિસ્ફોટોને અંજામ આપ્યાં બાદ તે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો. આ પછી તેણે પાકિસ્તાનમાં પોતાનો અડ્ડો બનાવ્યો. હવે તે તેના પરિવાર સાથે ત્યાં રહે છે. ભારતમાં તેની સામે આતંકવાદી હુમલો, હત્યા, અપહરણ, કોન્ટ્રાક્ટ કિલિંગ, સંગઠિત અપરાધ, ડ્રગ્સ, હથિયારોની દાણચોરી જેવા ઘણા કેસ નોંધાયેલા છે. વર્ષ 2003માં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. 2011 માં એફબીઆઈ અને ફોર્બ્સની યાદીમાં તેને વિશ્વનો ત્રીજો સૌથી મોટો વોન્ટેડ અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch