Thu,10 July 2025,2:58 am
Print
header

નાગપુરમાં રીક્ષા અને બસ વચ્ચે અકસ્માતમાં સેનાના 2 જવાનોનાં મોત- Gujarat Post

  • Published By
  • 2024-06-17 10:46:45
  • /

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ઓટો રીક્ષા અને બસ (auto and bus accidnet) વચ્ચેની ભયાનક ટક્કર થતાં સેનાના બે જવાનોના (2 jawan of Indian Army died) મોત થયા છે. જ્યારે છ જવાનો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત નાગપુરના કન્હાન બ્રિજ (Kanhan river bridge) પર થયો હતો. ઓટો રીક્ષા અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં ઓટો રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ઓટો રીક્ષામાં ડ્રાઈવર સહિત 9 લોકો સવાર હતા. કામઠીમાં ગાર્ડ રેજીમેન્ટ સેન્ટરના આઠ જવાનો ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યાં હતા. ત્યારે ઝડપથી આવતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. હાલ નવી કામળી પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.

આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં રીક્ષા ચાલકની હાલત પણ નાજુક છે. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકો લોકોએ બસમાં તોડફોડ કરી હતી. અને નાગપુર-જબલપુર હાઈવે બ્લોક કરી દીધો. ઉલ્લેખનીય છે કે શનિવારે નાગપુરમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે રોડની બાજુએ ઉભેલા 6 લોકોને ઝપેટમાં લઇ લીધા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch