(દર્શન નાયકનો ફોટો)
સુરતઃ જમીન કૌભાંડો ગુજરાતમાં નવી વાત નથી, હવે સુરતના ડુમ્મસનું રૂપિયા 2000 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે અને રાજ્ય સરકારે આ કૌભાંડ સાબિત થતા સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધા છે.કેટલાક ભાજપના જ નેતાઓ આ કૌભાંડમાં જોડાયેલા હોવાની ચર્ચાઓ ભાજપના કાર્યકરો કરી રહ્યાં છે. આ કૌભાંડ દર્શન નાયકે ઉજાગર કર્યું છે અને તેમને ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યાં છે.
કોંગ્રેસ નેતા દર્શન નાયકે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની નજર સુરત પર જ હોય છે અને અહીં ગમે તેમ કરીને પોસ્ટીંગ મેળવીને તેઓ જમીનોના કામો કરી રહ્યાં છે અને આવા અધિકારીઓ જનતાનું કામ કરવાને બદલે પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે.
(આયુષ ઓકનો ફોટો)
સુરતના ડુમ્મસની 2 લાખ 17 હજાર ચો.મીટર જેટલી જગ્યાનો ભાવ 2 હજાર કરોડ જેટલો છે અને આ જમીન ખાનગી વ્યક્તિના નામે કરી દેવામાં આવી હતી.વર્ષોથી આ જમીન પડાવી લેવા ષડયંત્રો ચાલી રહ્યાં હતા. જેમાં તત્કાલિક કલેકટર આયુષ ઓકની સંડોવણી સાબિત થઇ છે. તેમને બદલીના છેલ્લા દિવસે જ્યારે ચાર્જ છોડવાનો હતો ત્યારે જ આ ફાઇલ પાસ કરીને જમીન ખાનગી વ્યક્તિના નામે કરી નાખી હતી. તેમને આ જમીનમાં શું ફાયદો ઉપાડ્યો છે તેની પણ તપાસ થવી જોઇએ.સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાની સ્પષ્ટતા કરાઇ હોવા છંતા આયુષ ઓકે આ કૌભાંડ કરી નાખ્યું હતુ, કૌભાંડીઓએ એવા ખેડૂતો ઉભા કર્યાં હતા, જેઓને આ જમીન સાથે લેવાદેવા પણ ન હતી.
કોણ છે દર્શન નાયક ?
દર્શન નાયક સુરત કોંગ્રેસના એક લડાયક નેતા છે, તેઓની કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માં બારડોલીના પ્રભારી તરીકે નિમણૂંક કરી હતી. તેઓએ અગાઉ પણ સુરતમાં અનેક પ્રજાને લગતા પ્રશ્નો ઉઠાવ્યાં છે અને લડત ચલાવી છે, હવે તેમને તત્કાલિન કલેક્ટર આયુષ ઓકના ભ્રષ્ટાચાર સામે એક અભિયાન શરૂ કર્યું હતુ, કોંગ્રેસના અન્ય નેતાઓની મદદથી તેઓ ડુમ્મસું રૂપિયા 2 હજાર કરોડનું જમીન કૌભાંડ ઉજાગર કર્યું હતુ. તેમને જમીન માફિયાઓ સામે પીએમઓ અને સીએમઓ સુધી અનેક વખત રજૂઆતો કરી છે, કોંગ્રેસ અને દર્શન નાયકની મહેનતને કારણે જ ભૂપેન્દ્ર પટેલની સરકારે આઇએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કર્યાં છે.
દર્શન નાયકે અગાઉ સુમુલ ડેરીમાં થયેલી ભરતીના ગોટાળા મામલે પણ સરકારને ઘેરી હતી, હવે તેઓ મહેસૂલ વિભાગમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
Breaking News: અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, 200 મુસાફરોના મોતની આશંકા | 2025-06-12 14:19:44
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
રાજસ્થાનઃ દૌસા-મનોહરપુર હાઇવે પર ભયાનક અકસ્માત, વર-વધૂ સહિત 5 લોકોનાં મોત, 6 ઘાયલ | 2025-06-11 09:26:58
મસ્તી માટે ગયેલા પકડાયા...ઉદેપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 15 ગુજરાતીઓ ઝડપાયા- Gujarat Post | 2025-06-11 09:23:37
રૂ.1 લાખનો તોડ, સુરતમાં પીઆઈની ગેરહાજરીમાં બે કોન્સ્ટેબલોએ કેસની ધમકી આપીને ઓઈલના વેપારી-સેલ્સમેન પાસેથી રૂપિયા ખંખેર્યાં- Gujarat Post | 2025-06-12 10:25:04
આજે તો તે અહેસાસ કરાવી જ દીધો, હું તારા માટે કંઈ જ નથી..ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીને સુરતમાં મોડલે ગળેફાંસો ખાધો | 2025-06-08 18:20:38
નવો નિર્ણય, રત્નકલાકારોએ શૈક્ષણિક સહાય મેળવવા સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે- Gujarat Post | 2025-06-06 10:50:38
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર Citys પહેલી મહિલા ફિલ્મમેકર | 2025-06-03 17:41:27
સુરતના વરાછામાં એમ્બ્રોઈડરી યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું- Gujarat Post | 2025-06-02 17:07:09