Sun,19 May 2024,4:12 am
Print
header

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડવાથી બે મહિલા સહિત ત્રણ લોકોનાં મોત

સુરતઃ ગઇકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યાં બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. સાથે જ સુરતમાં અને છોટા ઉદેપુર જિલ્લામાં વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં સુરતના કામરેજમાં એક વ્યક્તિ અને બારડોલીમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ એક મહિલાનું મોત નીપજ્યું છે.

છોટાઉદેપુર તાલુકાના જનીયારા ગામના સુગરીબેન નાયકાનું વીજળી પડવાથી મોત થયું છે. તેઓ આંબાના ઝાડ નીચે કામ કરી રહ્યાં હતાં. કામરેજના ડુંગર ચીખલી ગામની સીમમાં વીજળી પડી હતી.ત્રણ લોકો વરસાદથી બચવા માટે નિલગીરીના ઝાડ નીચે ઊભા હતા. ત્યારે અચાનક વીજળી પડતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. બારડોલીના બાબલા ગામે પણ વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી આગાહી કરવામાં આવી છે. દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં વરસાદ પડશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch