Sun,19 May 2024,4:05 am
Print
header

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી મળ્યાં જામીન, 3 મેના રોજ થશે આગામી સુનાવણી

સુરતઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટે જામીન આપ્યાં છે. આ કેસની આગામી સુનાવણી 13 એપ્રિલે થવાની છે. રાહુલની સજા વિરુદ્ધ અરજી પર 3 મેના રોજ સુનાવણી થશે. રાહુલ ગાંધીને તાજેતરમાં જ કોર્ટે મોદી સરનેમને લઇને વિવાદીત ટિપ્પણી કરવા બદલ 2 વર્ષની સજા સંભળાવી હતી, જે બાદ તેમને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતા. રાહુલ માનહાનિના કેસમાં તેમની સજા સામે અપીલ દાખલ કરવા માટે સુરત પહોંચ્યાં હતા. 

આજે દિલ્હી પરત ફરશે રાહુલ ગાંધી હાલ નહીં જાય જેલ

રાહુલ ગાંધી આજે દિલ્હી પરત ફરશે. તેમને કોર્ટમાં હાજર થવાની જરૂર નથી.જો કે રાહુલની સજાને નકારી કાઢવામાં આવી નથી, રાહુલને સુરત સેશન્સ કોર્ટે જામીન આપ્યાં છે. 

સંબિત પાત્રાએ કોંગ્રેસની કાઢી ઝાટકણી 

ભાજપ નેતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીની સજા સામે કોર્ટમાં જવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી છે, કહ્યું છે કે તેઓ અપીલના નામે (2 વર્ષની સજા સામે) લોકોને ભડકાવી રહ્યાં છે. શું તેઓ ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે ? 

શું છે આખો કેસ ?

23 માર્ચના રોજ સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને 2019માં મોદી સરનેમ ટિપ્પણીને લઈને તેમની સામે દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યાં હતા, તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને સજા સંભળાવ્યાંના એક દિવસ બાદ તેમને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યાં હતા. અયોગ્યતા બાદ રાહુલ ગાંધી આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, જ્યાં સુધી હાઇકોર્ટ તેમની સજા પર રોક નહીં લગાવે. આ કેસ રાહુલ ગાંધીના કથિત નિવેદન સાથે સંબંધિત છે કે બધા ચોરોની સરનેમ મોદી કેમ છે ? રાહુલના નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch