Sun,19 May 2024,2:42 am
Print
header

CGST ના અધિકારીએ આવી રીત કર્યો 12 લાખ રૂપિયાનો તોડ, જાણો વધુ વિગતો

સુરતઃ છેલ્લા કેટલાક સમયથી સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓનો આતંક વધી રહ્યો છે, તોડબાજીનો બીજો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતમાં એક વેપારીની દુકાનમાં જઇને દમ મારીને 45 લાખ રૂપિયા માંગવામાં આવ્યાં હતા, બાદમાં 12 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા.

જૂના બોમ્બે માર્કેટમાં સાડી અને ચણિયાચોળીના વેપારને આપી હતી ધમકી 

અધિકારી, ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ 

સીસીટીવીમાં કેદ થઇ સમગ્ર ઘટના 

વેપારીને ચણિયાચોળીના બિલિંગ ઉપર ઓછો જીએસટી કેમ ભરો છો, તેમ કહીને ધમકાવ્યો હતો અને તેના હિસાબો માંગ્યા હતા, ધમકી આપી હતી કે હવે તમારે 80 લાખ રૂપિયા ટેક્સ ભરવો પડશે, ડરી ગયેલા વેપારીએ તાત્કાલિક 12 લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને આરોપીઓને આપી દીધા હતા, દુકાનમાં ઘૂસનાર અધિકારીનું નામ રાકેશ શર્મા હતુ, તેની સાથે બે ખાનગી વ્યક્તિઓ હતા, જેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ તોડબાજી સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી, વેપારીએ આ બાબતે સીએ સાથે વાત કરી તો ખબર પડી કે આ લોકો ટેક્સના નામે તોડ કરી ગયા છે. હાલમાં પોલીસે ત્રણેયને પકડી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch