Tue,23 April 2024,4:34 pm
Print
header

વૈભવી જીવનનો કર્યો ત્યાગ, સુરતમાં હીરાના વેપારીની 9 વર્ષની દીકરી બની સંન્યાસી

સુરતઃ હીરાના વેપારીની 9 વર્ષની દીકરીએ વૈભવી જીવનનો ત્યાગ કરીને સાધુત્વનો માર્ગ અપનાવી લીધો છે. ખેલવા-કૂદવાની ઉંમરે ધનેશભાઇની પુત્રી દેવાંશી સંન્યાસી બની ગયા છે. જે બે બહેનોમાં સૌથી મોટી છે. દેવાંશીના જૈન ધર્મના દીક્ષા કાર્યક્રમમાં મોટી સંંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

હીરાના વેપારીની પુત્રી દેવાંશી સંઘવીએ 367 દીક્ષાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ત્યાર બાદ તેને નિવૃત્ત થવાની પ્રેરણા મળી હતી. એક પારિવારિક મિત્રએ જણાવ્યું કે તેણે આજ સુધી ક્યારેય ટીવી કે ફિલ્મ જોઈ નથી. તે ક્યારેય કોઇ રેસ્ટોરન્ટમાં ગઇ નથી. જો દેવાંશીએ નિવૃત્તિનો માર્ગ પસંદ ન કર્યો હોત તો તે પુખ્ત વયની થાત ત્યારે કરોડો રૂપિયાની હીરાની કંપની ધરાવતી હોત.

દેવાંશી સૌથી જૂની હીરાની પેઢી ધરાવનારા મોહન સંઘવીના પુત્ર ધનેશ સંઘવીના પુત્રી છે. ધનેશ સંઘવીની માલિકીની ડાયમંડ કંપનીની સમગ્ર વિશ્વમાં શાખાઓ છે અને વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી વધુ છે. દેવાંશીની નાની બહેનનું નામ કાવ્યાં છે અને તે પાંચ વર્ષની છે. આચાર્ય વિજય કીર્તિશસૂરીએ દેવાંશીને દીક્ષા આપી હતી.

બિઝનેસમેન ધનેશભાઇનો પરિવાર શરૂઆતથી જ ધાર્મિક રહ્યો છે અને દેવાંશી પણ નાનપણથી ત્રણ વખત પ્રાર્થના કરવાના નિયમનું પાલન કરે છે. 8 વર્ષની દેવાંશી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત 5 ભાષાઓ જાણે છે. દેવાંશી સંગીતની જાણકાર છે તે સ્કેટિંગ, ગણિત અને ભરત નાટ્યમમાં નિષ્ણાંત છે. તેણે ક્યૂબામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હવે તે ગુરૂના ચરણોમાં રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch