Sun,19 May 2024,2:42 am
Print
header

હવે આપના ધારાસભ્યો તોડવાનો માસ્ટર પ્લાન ! સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કર્યો કેસરિયો

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં મહાનગર પાલિકામાં વિપક્ષમાં રહેલી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના વધુ છ કોર્પોરેટરો રાજીનામું ભાજપમાં સામેલ થઈ ગયા છે. આ કોર્પોરેટરોમાં કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, નિરાલી પટેલ, જ્યોતિ લાઠિયા, અશોક ધામી, ધર્મેન્દ્ર વાવલિયા સામેલ છે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.  

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 જેટલી બેઠકો સાથે AAPએ વિપક્ષ પદ મેળવ્યું હતું અને એક બાદ એક ભંગાણ સર્જાતા હાલ કોર્પોરેટરની સંખ્યા માત્ર 13 પર પહોંચી છે. હજુ કેટલાંક ર્કોપોરેટરો પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતા છે. એટલે સુરતમાં આપનો કિલ્લો ધ્વસ્ત થતો દેખાઈ રહ્યો છે. જેને લઈ આપ પ્રદેશ અધ્યક્ષ પણ ઇસુદાન ગઢવી સુરત દોડી આવ્યાં છે અને ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ભાજપમાં જોડાનારા કોર્પોરેટરના કહેવા મુજબ, સત્તાપક્ષ સાથે જોઈને પ્રજાના કામો કરી શકાય તે માટે ભાજપમાં સામેલ થયા છીએ. સુરતમાં આપને વધુ તૂટતી બચાવવા પ્રદેશના ટોચના નેતાઓ સક્રિય થઈ ગયા છે અને વધુ નેતા પાર્ટી ન છોડે તે માટેની કવાયત શરૂ કરી દીધી છે. હવે ભાજપની નજર આપના ધારાસભ્યો પર છે, વિધાનસભા ચૂંટણીમાં આપને 5 બેઠકો મળી હતી, જેમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં જઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch