Fri,03 May 2024,5:52 pm
Print
header

ઉપલેટાઃ રીલ્સ બાબતે થયેલી તકરારમાં ખેલાયો ખૂની ખેલ, મિત્રએ જ મિત્રની છરીના ઘા મારીને કરી હતી હત્યા

રીલ્સ બનાવવા બાબતે થઇ હતી તકરાર

મિત્રએ જ મિત્રને છરીના ઘા મારીને કરી હતી હત્યા

રાજકોટઃ ઉપલેટામાં વીડિયો બનાવવા બાબતે બોલાચાલી થયા બાદ મિત્રએ જ મિત્રની છરીના ઉપરા છાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રીલ્સ બનાવવાની ઘેલછામાં મિત્ર જ એક મિત્રનો હત્યારો બની ગયો છે.

ઉપલેટા શહેરમાં શનિવારે રાત્રે બનેલી હત્યાની ઘટનામાં આશિષ (ઉ.વ-29) અને તેનો મિત્ર વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા (ઉ.વ.19) નક્ષત્ર બિલ્ડિગમાં આવેલા બોડી ફિટનેસ જીમમાં સાથે આવતા હતા. 10 દિવસ પહેલાં બંન્ને વચ્ચે વર્કઆઉટનો વીડિયો બનાવવા બાબતે બોલાચાલી થઇ હતી અને 3 દિવસ પહેલા મૃતકે આરોપીને સાથે મારપીટ કરી હતી,તેનો બદલો લેવા આરોપીએ આશિષ જીમમાંથી બહાર નીકળતાની સાથે જ છરીના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી હતી. બે યુવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અપલોડ કરવા બાબતે તકરાર થતા ખૂની ખેલ ખેલાયો હતો.

મૃતકનાં પિતાના જણાવ્યાં અનુસાર મારો દિકરો આશિષ છેલ્લા બે વર્ષથી નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં આવેલ બોડી ફીટનેસ જીમમાં કસરત કરવા માટે જતો હતો.તેને હત્યાના દિવસે જીમમાં કસરત કરવાના કપડાં કાળુ ટ્રેક પેન્ટ તથા આછા બ્લ્યુ જેવા કલરનું ટી શર્ટ પહેરેલ હતું. સાંજના 8 વાગ્યાની આસપાસ આશિષ જીમમાંથી કસરત કરીને બહાર જવા માટે નીકળ્યો હતો, ત્યારે જીમની સીડીના ફર્સ્ટ ફ્લોર પર વિનય ઉર્ફે સુજુ હિતેષભાઇ ધામેચાએ પોતાની પાસે રાખેલી છરી વડે હુમલો કર્યો હતો.

સુજુએ છરીથી આશિષને છાતીના ભાગે અને પેટના ભાગે ઘા માર્યાં હતા. આશિષ લોહીલુહાણ હાલતમાં ત્યાં પડી ગયો હતો. છરી તેના પેટના ભાગે ઘૂસી જતા જીમમાં હાજર વ્યક્તિઓ તેને દવાખાને લઈ ગયા હતાં. ત્યાં હાજર તબીબે આશિષને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હત્યારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch