Fri,03 May 2024,6:00 pm
Print
header

રાજકોટમાં બોગસ બિલિંગનું કરોડો રૂપિયાનું કૌભાંડ, DGGI ને મળ્યાં કરોડો રૂપિયા

રાજકોટઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) અમદાવાદ ઝોને રૂ. 485 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાંથી જય પટેલ અને તેના સાળા સંજય ગોઝારિયાની ધરપકડ કરાઇ છે. આ બંન્નેને અમદાવાદ લાવીને રિમાન્ડની માગણી કરાઇ છે. DGGIના અધિકારીઓને માહિતી મળતા રાજકોટમાં જીએસટીના બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતુ. વધુ તપાસમાં અન્ય લોકોના નામો ખુલે તેવી પણ શક્યતા છે.

ગુજરાતમાં વધી રહ્યાં છે બોગસ બિલિંગના કૌભાંડો

આરોપીઓ સરકારી તિજોરી કરી રહ્યાં છે ખાલી

અનેક આરોપીઓની ધરપકડ કરાઇ છે

આરોપીઓએ બ્રાસ અને મેટલ સ્ક્રેપ ટ્રેડિંગ સાથે સંકળાયેલી 25 જેટલી બોગસ પેઢીઓ બનાવી હતી. આ પેઢીઓના નામે રૂ.75 કરોડની બોગસ આઇટીસી પોતાના ખિસ્સામાં કરી લીધી હતી. આ પેઢીઓ માત્ર કાગળ પર જ કામ કરતી હતી, કોઇ માલની લેવેચ કરવામાં આવી ન હતી. નકલી બિલનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી.

DGGI ના અધિકારીઓએ જય પટેલના નિવાસસ્થાન અને ઓફિસ પર તપાસ કરતા​​​​​​​ ડિજિટલ પુરાવા અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યાં હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 4.85 કરોડની રોકડ જપ્ત કરી હતી. મુખ્ય સૂત્રધાર જય પટેલ અને તેનો સાળો સંજય ગોઝારિયાને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. આ કૌભાંડનો આંકડો હજુ વધી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch