Sun,19 May 2024,4:12 am
Print
header

રાહુલ પ્રિયંકા સાથે પહોંચ્યાં સુરત, 3 રાજ્યોના મુખ્યપ્રધાનો પણ કોર્ટમાં રહેશે હાજર

સુરતઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરનેમને લઈને બદનક્ષીના કેસમાં દોષિત સાબિત થયા અને તેમને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે, આ કેસમાં અપીલ દાખલ કરવા તેઓ સુરત પહોંચ્યાં છે. તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશના ત્રણ મુખ્યમંત્રીઓ પણ કોર્ટમાં જશે. કોંગ્રેસના આ પગલાને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ તેમના પર પ્રહાર કરી રહ્યું છે અને તેને શરમજનક પગલું ગણાવી રહ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે સમર્થન વ્યક્ત કરવા માટે સુરત પહોંચેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અહીં ભાજપના આરોપો પર વળતો પ્રહાર કર્યો હતો. અહીં મીડિયા સાથે વાત કરતા ગેહલોતે કહ્યું કે, 'અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. અમે અહીં અમારી એકતા દર્શાવવા આવ્યાં છીએ. દેશને બચાવવા માટે અમે 'સત્યાગ્રહ' કરી રહ્યાં છીએ. ઇન્દિરા ગાંધીના પૌત્ર અને રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધી સાથે આજે કેવો વ્યવહાર થઇ રહ્યો છે તેના પર દેશની નજર છે.

કોંગ્રેસના આ નેતાઓને રાહુલ ગાંધી સાથે કોર્ટ રૂમમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

1) પ્રિયંકા ગાંધી
2) કેસી વેણુગોપાલ
3) અશોક ગેહલોત
4) ભૂપેશ બઘેલ
5) સુખવિંદર સુખુ
6) દિગ્વિજય સિંહ
7) હરીશ રાવત
8) પવન બંસલ
9) રઘુ શર્મા
10) જગદીશ ઠાકોર
11) અમિત ચાવડા
12) કનિષ્ક સિંહ
13) નિષાદ દેસાઈ,
14) રુશીન રાયકા
15) પુનીત ગોયલ

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, "તેનો અર્થ શું છે કે મુખ્યમંત્રીઓ કોર્ટમાં જઈ રહ્યાં છે. તે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક બાબત છે  મુખ્યમંત્રી તરીકે જ્યારે મોદીજીને સવાલ કરવામાં આવ્યો હતો તો શું કાર્યકર્તાઓ બહાર નીકળ્યાં હતા ? સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, જમાઈ (રોબર્ટ વાડ્રા)ને જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો રસ્તા પર ઉતરી આવે છે. આ એક અદાલતી સંસ્કૃતિ છે જે દુર્ભાગ્યપૂર્ણ છે અને ન્યાયિક પ્રણાલીનું અપમાન છે.

ભાજપના પ્રહારોનો જવાબ આપતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, હું મારા નેતા (રાહુલ ગાંધી) સાથે જઈ રહ્યો છું, આ ન્યાયતંત્ર પર દબાણ કેવી રીતે હોઈ શકે.

કોંગ્રેસના સાંસદ મનિકમ ટાગોરે મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, ગુજરાતમાં વિવિધ સ્થળોએ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે.રાહુલ ગાંધીના સમર્થનમાં મહારાષ્ટ્રથી કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ સુરત જઈ રહ્યાં છે. આ નેતાઓને ગુજરાત બોર્ડર પર રોકવામાં આવ્યાં છે અને તેમની ગાડીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch