Fri,03 May 2024,7:01 am
Print
header

એક વિદ્યાર્થીએ 14 લોકોની હત્યા કરી નાખી...યુરોપિયન દેશ ચેક રિપબ્લિકની પ્રાગ યુનિવર્સિટીની ઘટના

પ્રાગઃ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ગુરુવારે ગોળીબારનો કેસ સામે આવ્યો છે. એક હથિયારધારી શખ્સે યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 14 લોકોનાં મોત થયા હતા અને ગોળીબાર કરનારનું પણ મોત થયું છે, આમ કુલ 15 લોકોનાં મોત થયા છે. પ્રાગ પોલીસ વડા માર્ટિન વોન્ડ્રાસેકે જણાવ્યું કે ગોળીબાર ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગની ઇમારતમાં થયો હતો અને હુમલાખોર વિદ્યાર્થી હતો.

પીડિતો વિશે કોઈ વિગતો નથી

હુમલાખોરનું નામ સાર્વજનિક કરવામાં આવ્યું નથી, પોલીસે  ગોળીબારના ભોગ બનેલા લોકો વિશે કોઈ વિગતો આપી નથી,  ચેક રિપબ્લિકના ગૃહમંત્રીને જણાવ્યું કે તપાસકર્તાઓને હુમલાખોર કોઈ ઉગ્રવાદી વિચારધારા અથવા જૂથ સાથે સંકળાયેલા હોવાની શંકા નથી.

હુમલાખોર બાલ્કનીમાંથી બંદૂક કાઢીને ફાયરિંગ કરી રહ્યો હતો

યુનિવર્સિટી નજીક રુડોલ્ફિનમ ગેલેરીના ડિરેક્ટર પાવેલ નેડોમાએ જણાવ્યું કે તેમને બારીમાંથી જોયું કે એક વ્યક્તિ બિલ્ડિંગની બાલ્કનીમાં ઊભો હતો અને બંદૂક ચલાવતો હતો. રાષ્ટ્રપતિ પેટ્ર પાવેલે કહ્યું કે જે બન્યું તેનાથી તેઓ આઘાતમાં છે અને પીડિતોના પરિવારઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

હુમલાખોર 24 વર્ષનો હતો

પોલીસનાં જણાવ્યાં અનુસાર બંદૂકધારી 24 વર્ષનો હતો. તે પ્રાગથી 21 કિલોમીટર દૂર એક ગામનો રહેવાસી હતો અને તેને ગોળીબાર કરીને આ હત્યાઓ કરી છે.

લોકોએ તેમની આપવીતી જણાવી

ટ્રુરોનો એક યુવક જે મિત્રો સાથે રજાઓ પર પ્રાગ આવ્યો હતો, ફાયરિંગ સમયે તે પાડોશમાં હતો. તેણે કહ્યું કે જ્યારે અમે ગોળીઓનો અવાજ સાંભળ્યો, પછી જ્યારે પોલીસે તેમને ભાગવા માટે બૂમો પાડી તો અમે છુપાઈને મેટ્રો તરફ ભાગ્યા. તે ખૂબ જ ડરામણો અનુભવ હતો. અચાનક બધા દોડવા લાગ્યા. અમને ખબર ન હતી કે ત્યાં શું થઈ રહ્યું છે. બીજી તરફ, પોલીસે કહ્યું કે તેઓ મધ્ય પ્રાગ સ્થિત ચાર્લ્સ યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના અંગે કાર્યવાહી કરી રહ્યાં છે અને ઘણા લોકો માર્યાં ગયા છે અને ઘાયલ થયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch