Fri,03 May 2024,4:11 am
Print
header

ફારુકનો પાકિસ્તાન પ્રેમ....કહ્યું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો ગાઝા-પેલેસ્ટાઈન જેવી સ્થિતિ થશે

ઇસ્લામાબાદઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ફરી એક વખત પાકિસ્તાન તરફી વાત કરી છે. કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો ગાઝા અને પેલેસ્ટાઈન જેવી સ્થિતિ થશે. નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે આપણે આપણા મિત્રો બદલી શકીએ છીએ, પરંતુ પાડોશી નહીં. જો આપણે આપણા પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ રહીશું તો આપણે બંને પ્રગતિ કરીશું. પીએમ મોદીએ એમ કહ્યું હતું કે યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી અને આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ પરંતુ વાતચીત ક્યાં છે ?

પાકિસ્તાન સાથે વાતચીતની હિમાયત કરી 

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને તેઓ કહી રહ્યાં છે કે અમે ભારત સાથે વાત કરવા તૈયાર છીએ, પરંતુ આપણે વાત કરવા તૈયાર નથી તેનું કારણ શું છે ? જો આપણે વાતચીત દ્વારા કોઈ ઉકેલ નહીં શોધીએ, તો આપણે ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભવિષ્યનો   સામનો કરીશું.

અલ્લાહ જ જાણે છે કે આપણું શું થશે: અબ્દુલ્લા

ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની હિમાયત કરતા અબ્દુલ્લાએ કહ્યું કે જો આપણે આપણા પાડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ રહીશું તો બંને પ્રગતિ કરશે. આપણે દુશ્મનાવટમાં રહીશું તો આગળ વધી શકશું નહીં. જો આપણે વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલીશું નહીં, તો મને તમને જણાવતા દુઃખ થાય છે કે આપણે આજે ગાઝા અને પેલેસ્ટાઈનમાં જે સ્થિતિ થઈ રહી છે તેનો સામનો કરવો પડશે. જ્યાં ઈઝરાયેલ બોમ્બમારો કરી રહ્યું છે. કંઈ પણ થઇ શકે છે. અલ્લાહ જ જાણે છે કે આપણું શું થશે.

કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધી

ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મોટા નેતા છે અને તેઓ  મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.તેઓ હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતના પક્ષમાં રહ્યા છે. અબ્દુલ્લાનું આ નિવેદન તાજેતરમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયા બાદ સામે આવ્યું છે. તાજેતરમાં જ આતંકવાદી અથડામણમાં સેનાના જવાનો શહીદ થયા છે. નોંધનિય છે કે જમ્મુ-કાશ્મીર કલમ 370 હટાવ્યાં બાદ આ નેતાઓ હવે પાકિસ્તાનની તરફેણ કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch