Thu,02 May 2024,5:40 pm
Print
header

બંને દેશો વચ્ચે સંબંધ બગડી રહ્યાં છે...ઈરાનમાં પાકિસ્તાનનાં 9 લોકોની કરાઇ હત્યા, ઈસ્લામાબાદે હુમલાની કરી નિંદા

ઇરાનઃ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ઈરાનમાં બંદૂકધારીઓએ 9 પાકિસ્તાનીઓને મારી નાખ્યાં છે. પાકિસ્તાનના રાજદૂતે આ વાતની પુષ્ટિ કરી છે. તાજેતરમાં જ ઈરાને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાંઓ પર હવાઈ હુમલો કર્યો હતો, જે બાદ પાકિસ્તાન સરકારે ઈરાનને ચેતવણી આપી હતી કે અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવું અસ્વીકાર્ય છે. સામે પાકિસ્તાને પણ ઇરાનમાં હુમલો કર્યો હતો.

પીડિત પરિવારો સાથે દૂતાવાસ

ઈરાનની રાજધાની તેહરાનમાં તૈનાત પાકિસ્તાનના રાજદૂત મુદાસિર ટીપુએ કહ્યું કે ઈરાનના સરવાનમાં નવ પાકિસ્તાનીઓની હત્યાથી તેઓ આઘાતમાં છે. દૂતાવાસ પીડિતોના પરિવારજનો સાથે છે. અમે તેમને સમર્થન આપીએ છીએ. ઈસ્લામાબાદે તેહરાનને આ મામલામાં સહયોગ કરવા હાકલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં નવ લોકોના મોત ઉપરાંત ત્રણ લોકો ઘાયલ થયા છે.

ઘરમાં ઘુસીને હુમલો કર્યો

બલૂચ અધિકાર જૂથ હલવાશના જણાવ્યાં અનુસાર, તમામ પીડિત પાકિસ્તાની મજૂરો હતા. જેઓ કાર રિપેરિંગની દુકાનમાં રહેતા હતા અને કામ કરતા હતા. રાજ્યના ડેપ્યુટી ગવર્નર અલીરેઝા મરહામતીએ કહ્યું હતું કે નવ વિદેશીઓનાં મોત થયા છે. હુમલામાં બચી ગયેલા લોકોનું કહેવું છે કે ત્રણ હથિયારધારી લોકો ઘરમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

હુમલાની તપાસ કરવાની માંગ 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાને આતંકવાદી ઘટના ગણાવી છે. મંત્રાલયનું કહેવું છે કે ઈસ્લામાબાદ ઈરાની અધિકારીઓના સંપર્કમાં છે. તેણે તેહરાનને આ ઘટનાની તપાસ કરવા હાકલ કરી છે. મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે આ એક ભયાનક અને ઘૃણાસ્પદ હુમલો છે. અમે હુમલાની નિંદા કરીએ છીએ. હુમલા બાદથી અમે ઈરાની અધિકારીઓના સંપર્કમાં છીએ. અમે હુમલાની તપાસ કરવા કહ્યું છે અને હુમલામાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch