Fri,03 May 2024,6:54 am
Print
header

જ્યાં જુઓ ત્યાં લોહી જ લોહી.....નાઈજીરિયામાં ભયાનક હિંસા, સશસ્ત્ર જૂથોના હુમલામાં 160 લોકોની હત્યા કરાઇ

અબુજા: મધ્ય નાઈજીરીયામાં સશસ્ત્ર જૂથોના હુમલામાં 160 લોકો માર્યાં ગયા છે, આ હુમલો શનિવાર અને રવિવારે થયો હતો. મધ્ય નાઇજીરીયાના પ્લેટુમાં જન્મેલા નાઈજીરિયનો આ વિસ્તાર ધાર્મિક અને વંશીય તણાવથી ઘેરાયેલા છે. અહીં અવારનવાર ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યાં છે. અગાઉ મે મહિનામાં અહીં હિંસાની ઘટનામાં 100થી વધુ લોકોનાં મોત થયા હતા અને હવેના હુમલામાં 160 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

હુમલામાં 300થી વધુ લોકો ઘાયલ થયા છે

પ્લેટુ રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શનિવાર અને રવિવારે આ આયોજનબદ્ધ હુમલાઓમાં 160 લોકો માર્યાં ગયા હતા. અને 300 લોકો ઘાયલ થયા હતા. અહીં ડાકુઓના એક જૂથે 20 સમૂદાયો પર હુમલો કર્યો હતો. 

છેલ્લા કેટલાક સમયથી હિંસાની ઘટનાઓ વધી છે

મધ્ય નાઇજિરીયામાં પ્લેટુ સ્ટેટ ઘણા વંશીય અને ધાર્મિક સમુદાયોનું ઘર છે. તાજેતરના સમયમાં આ વિસ્તારમાં હિંસાની ઘટનાઓ વધી છે અને કોમી સંઘર્ષમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સંઘર્ષ મુસ્લિમ પશુપાલકો અને ખ્રિસ્તી ખેડૂતો વચ્ચે થઇ રહ્યો છે. 

નવેમ્બરમાં 37 ગ્રામજનોની હત્યા કરવામાં આવી હતી

નવેમ્બરની શરૂઆતમાં ઉગ્રવાદીઓએ ઉત્તર-પૂર્વ નાઇજીરિયામાં બે અલગ-અલગ હુમલામાં 37 ગ્રામવાસીઓને મારી નાખ્યા હતા. યોબે રાજ્યના ગીદામ જિલ્લામાં તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવતાં આતંકવાદીઓએ 17 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી અને લેન્ડમાઈનનો ઉપયોગ કરીને 20 અન્ય લોકોની હત્યા કરી હતી. બોકો હરામ ઇસ્લામિક ઉગ્રવાદી જૂથે 2009 માં ઉત્તરપૂર્વીય નાઇજીરીયામાં આ પ્રદેશમાં ઇસ્લામિક કાયદાને  સ્થાપિત કરવાના પ્રયાસમાં બળવો શરૂ કર્યો હતો.

યોબેના પડોશી બોર્નો રાજ્યમાં ઉગ્રવાદી હિંસા દ્વારા 35,000 લોકો માર્યાં ગયા છે અને 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. પહેલો હુમલો ગીદામના અંતરિયાળ ગુરોકૈયા ગામમાં થયો હતો. જ્યારે બંદૂકધારીઓએ કેટલાક ગ્રામજનો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 17 લોકોનાં મોત થયા હતા. 20 ગ્રામવાસીઓ જેઓ મૃતકોના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવ્યાં હતા તેઓના પણ લેન્ડમાઇનથી મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch