Wed,08 May 2024,5:02 pm
Print
header

મોરબીના પીપળીયાના કાંતિલાલે સમાધિ લેવાનો કાર્યક્રમ રદ્દ કર્યો, અધિકારીઓ દ્વારા સમજાવટ પછી નિર્ણય

મોરબીના પીપળીયા ગામના કાંતિલાલ મુછડિયાએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ જીવતા જીવ સમાધિ લેવા જઇ રહ્યાં છે, આગામી 28 નવેમ્બરના રોજ સમાધિ લેવાનું જાહેર કરી દીધું હતુ, તેમને સોશિયલ મીડિયા માધ્યમથી તમામ લોકોને આ વાતની જાણ કરી હતી, તેમનું કહેવું હતુ કે 450 વર્ષ પહેલા થઇ ગયેલા ચમત્કારિક નવઘણ દાદાના આદેશથી હું સમાધિ લઇ રહ્યો છે, તેમનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, પરંતુ હવે આ મામલે તેમને નવો ખુલાસો કર્યો છે કે તેઓ સમાધિ લેશે નહીં

કાંતિલાલની જાહેરાત બાદ મોરબી પોલીસ અને કલેક્ટર ઓફિસની તેમના પર નજર હતી, મોરબી અધિક કલેક્ટર કેતન જોષી અને એસપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી, મામલતદાર સહિતના અધિકારીઓ કાંતિલાલના ઘરે પહોંચ્યાં હતા, અને સમાધિ ન લેવા તેમને સમજાવ્યાં હતા, બાદમાં કાંતિલાલે સમાધિનો નિર્ણય રદ્દ કરતા જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

જો કે કાંતિલાલે કહ્યું છે કે તેઓ જમીનમાં સમાધિ નથી લેવાના પરંતુ ધ્યાનમાં બેસી જશે અને તેમના પ્રાણ જશે તો તેમના ગુરૂનો આદેશ સાચો હશે, પ્રાણ નહીં જાય તો તેઓ ખોટા પડશે, તેમને કાયદાનું ઉલ્લંઘન નહીં કરવાની તૈયારી બતાવી છે અને કહ્યું છે કે જમીનમાં સમાધિ નહીં લઉં. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch