Sun,05 May 2024,1:54 pm
Print
header

ચીનના દમ પર માલદીવના રાષ્ટ્રપતિ બની ગયા બેફામ....ભારત તરફ ઇશારો કરીને કહ્યું કોઇએ અમારી સામે દાદાગીરી કરવી નહીં

ચીનના ખોળામાં બેઠેલા માલદીવની વધુ એક હરકત

આડકતરી રીતે ભારતને કહ્યું અમને ધમકી આપવાનો કોઇને અધિકાર નથી

માલદીવઃ હવે નાના દેશો પણ ચીનના દમ પર ભારતને આંખ દેખાડી રહ્યાં છે, ચીનના પ્રવાસ બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમંદ મુઇઝ્ઝુએ ભારત સામે ધમકી ભર્યા ઉચ્ચારણો કર્યાં છે, તેમને કહ્યું કે કોઇ અમારી સાથે દાદાગીરી કરી શકે નહીં. કોઇની અમારી સાથે આવું કરવાનો અધિકાર જ નથી. તેઓ પાંચ દિવસના ચીન પ્રવાસથી પરત આવીને આ વાક્યો બોલી રહ્યાં છે. જો કે ભારતે કોઇ મામલે કોઇની સાથે દાદાગીરી કરી જ નથી.

અગાઉ તેમના મંત્રીઓએ વડાપ્રધાન મોદી માટે અપશબ્દો કહ્યાં હતા અને આ મામલે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. મોદીના લક્ષદ્રીપ પ્રવાસના ફોટો પર તેમને અયોગ્ય કોમેન્ટ કરી હતી. ત્યાર બાદ ત્રણ મંત્રીઓની હકાલપટ્ટી થઇ હતી, પરંતુ હવે લાગી રહ્યું છે કે આ માત્ર દેખાવ હતો અને ચીનની સાથે રહીને હવે માલદીવ ભારત સામે ગમે તેવા નિવેદનો કરી રહ્યું છે.ચીન માલદીવમાં પોતાના એજન્ડા ચલાવી રહ્યું છે.

ભારતીય પર્યટકો હવે માલદીવ જવાનું ટાળી રહ્યાં છે, ભારતનું અપમાન કરનારા માલદીવને સબક મળી રહ્યો છે, આ બધાની વચ્ચે હવે મોહમંદ મુઇઝ્ઝુએ ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગને અપીલ કરી છે કે ચીનના લોકો માલદીવનો પ્રવાસ કરે, ત્યારે હવે આ મામલે ચીનની એન્ટ્રીથી આ વિવાદ વધારે વધી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch