Fri,03 May 2024,6:41 am
Print
header

લેબેનોને ઈઝરાયેલ પર મિસાઈલ છોડી, બગીચામાં બેઠેલા એક ભારતીયનું મોત, અનેક લોકો ઘાયલ

તેલ અવીવઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને પાંચ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યાં છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસની સાથે લેબનોનથી હિઝબુલ્લાહ તરફથી હુમલાઓ થઇ રહ્યાં છે. આવા જ એક હુમલામાં એક ભારતીયનું મોત થયું છે અને બે ભારતીયો ઘાયલ થયા છે. આ હુમલો લેબેનોનથી થયો હતો.

અધિકારીઓના જણાવ્યાં અનુસાર લેબેનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલની ઉત્તરીય સરહદ નજીક માર્ગલિયોટના એક બગીચામાં પડી હતી. જેના કારણે કેરળના એક વ્યક્તિનું મોત થયું છે. બે ઈજાગ્રસ્તો પણ કેરળના છે. આ સિવાય કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા છે.

ઘાયલ ભારતીયોની સારવાર ચાલુ છે

ઇઝરાયેલની બચાવ સેવાના પ્રવક્તાના જણાવ્યું હતું કે આ હુમલો સોમવારે સવારે 11 વાગ્યે ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ ગાર્ડનમાં થયો હતો.  કેરળના કોલ્લમના રહેવાસી પટનીબેન મેક્સવેલે તેમાં જીવ ગુમાવ્યો છે. તેમના મૃતદેહને જીવા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત બુશ જોસેફ જ્યોર્જને પેતાહ ટિકવાની બેલિન્સન હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. તેમના ચહેરા અને શરીર પર ઘણી ઈજાઓ થઈ છે. તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તેમની હાલત સ્થિર છે. તેઓ ભારતમાં તેમના પરિવાર સાથે પણ વાત કરી શકે છે.

અન્ય ઘાયલ વ્યક્તિ પૌલ મેલ્વિનને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને ઈઝરાયલના સેફેડ શહેરની ઝીવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. તે કેરળના ઇડુક્કી જિલ્લાના રહેવાસી છે. ઇઝરાયેલ એજન્સીએ કહ્યું હતું કે આ ઘટનામાં એક વિદેશી નાગરિકનું મોત થયું હતું, જ્યારે સાત અન્ય લોકો ઘાયલ થયા હતા.

હિઝબુલ્લાહ દરરોજ ઇઝરાયેલને નિશાન બનાવવાનું ચાલુ રાખે છે

લેબેનોનથી આ હુમલા પાછળ ઈરાન સમર્થિત શિયા સંગઠન હિઝબુલ્લાહનો હાથ છે.ગાઝામાં ઈઝરાયેલના યુદ્ધના વિરોધમાં 8 ઓક્ટોબરથી હિઝબુલ્લાહ દરરોજ રોકેટ, મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરી રહ્યું છે. આ હુમલાઓમાં ઈઝરાયેલની સેનાને પણ ઘણું નુકસાન થયું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch