Fri,03 May 2024,3:39 am
Print
header

ગાઝા પર વધુ એક હુમલો.. ઈઝરાયેલે શરણાર્થીઓના કેમ્પ પર એર સ્ટ્રાઈક કરતા 80 લોકોનાં મોત

ગાઝાઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં પોતાના હુમલાઓ વધુ તીવ્ર કર્યાં છે. હમાસ સંચાલિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે શરણાર્થીઓના કેમ્પ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 70 લોકો માર્યાં ગયા છે. મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટિનિયન પ્રદેશની મધ્યમાં આવેલા અલ-મગાઝી કેમ્પ નાશ થયો હતો.

હુમલામાં એક રહેણાંક બ્લોક નાશ પામ્યો હતો,જ્યાં મોટી સંખ્યામાં પરિવારો રહેતા હતા. જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. ઈઝરાયેલના અન્ય હુમલામાં એક જ પરિવારના 10 લોકોનાં મોત થયા છે. આ હુમલો ઉત્તરી ગાઝામાં જબાલિયા કેમ્પમાં થયો હતો. યુએનના વડાએ ચેતવણી આપી હતી કે આ ક્ષેત્રમાં કોઈ સ્થાન સુરક્ષિત નથી અને ઇઝરાયેલની આક્રમકતા લોકોને માનવતાવાદી સહાય પહોંચાડવામાં વધારે અવરોધો ઉભી કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને શનિવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી અને તેમને વ્યક્તિગત વાતચીત ગણાવી હતી. એક દિવસ પહેલા બાઇડેન વહીવટીતંત્રે ફરી એકવાર રાજદ્વારી સંદર્ભમાં ઇઝરાયેલનો બચાવ કર્યો હતો.

યુએન સિક્યુરિટી કાઉન્સિલે ગાઝામાં નાગરિકોને માનવતાવાદી સહાયના વિતરણને વેગ આપવા માટે હાકલ કરતો ઠરાવ અપનાવ્યો હતો. જો કે પ્રસ્તાવમાં યુદ્ધવિરામનો કોઈ ઉલ્લેખ નથી. નેતન્યાહુ સાથેની ફોન પર વાતચીત અંગે બાઇડેને કહ્યું કે મેં યુદ્ધવિરામ માટે કહ્યું ન હતું. નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે વડા પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલ તેના લક્ષ્યોને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખશે.

ઇઝરાયેલની સૈન્યએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ગયા અઠવાડિયે ગાઝામાં અનેક આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને 200 થી વધુ લોકોને પૂછપરછ માટે ઇઝરાયેલ મોકલ્યાં હતા. હમાસ અને ઇસ્લામિક જેહાદ સાથે જોડાણના આરોપમાં અત્યાર સુધીમાં 700 થી વધુ લોકોને ઇઝરાયેલની જેલોમાં નજરકેદ કરવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch