Wed,08 May 2024,9:11 am
Print
header

કે એલ રાહુલ બનશે લખનઉનો કેપ્ટન, આ બે ખેલાડી પણ આવ્યાં સાથે, તેમને મળશે આટલા કરોડ રૂપિયા - Gujarat Post

IPL Mega auction 2022: ચાહકોની સાથે ટીમો પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહી છે. મેગા ઓક્શન પહેલા બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ ફ્રેન્ચાઈઝીએ તેમના ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. રિપોર્ટ અનુસાર, લખનઉ ફ્રેન્ચાઈઝીએ કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને સાઈન કરવાનો નિર્ણય લીધો છે. મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં યોજાય તેવી શક્યતા છે.

ESPN ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, કેએલ રાહુલને ફ્રેન્ચાઇઝી દ્વારા નંબર 1 ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે, તેથી તેને નિર્ધારિત ફી સ્લેબ મુજબ 15 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર સ્ટોઇનિસને પ્લેયર 2 તરીકે પસંદ કરવામાં આવ્યો છે, તેને 11 કરોડ રૂપિયા મળશે. અનકેપ્ડ રવિ બિશ્નોઈને રૂપિયા 4 કરોડ મળશે, જેને કારણે ફ્રેન્ચાઇઝી 60 કરોડ રૂપિયાના બાકી પર્સ સાથે મેગા ઓક્શનમાં પ્રવેશ કરશે. 

તમને જણાવી દઈએ કે લખનઉ પહેલીવાર IPLમાં ભાગ લઈ રહ્યું છે. આઈપીએલ ઈતિહાસની આ સૌથી મોંઘી ટીમ છે, જેને RPSG ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં ખરીદી હતી. લખનઉ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સાથે માર્ગદર્શક તરીકે અને ભૂતપૂર્વ ઝિમ્બાબ્વેના ખેલાડી એન્ડી ફ્લાવર સાથે કોચ તરીકે સંકળાયેલું છે. 

રાહુલનો પંજાબ સાથેનો સોદો પૂરો થઈ ગયો

રાહુલ લખનઉ ફ્રેન્ચાઈઝી સાથે જોડાણ કરવા અંગે ઘણી અટકળો ચાલી રહી હતી. રાહુલે છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સ (PBKS)નું નેતૃત્વ કર્યું હતું. પરંતુ તેણે ટીમમાં ફેરફાર કરવાની ઈચ્છા વ્યક્ત કર્યાં બાદ ફ્રેન્ચાઈઝીએ તેને છોડી દીધો હતો. પંજાબ કિંગ્સે ટૂર્નામેન્ટમાં છઠ્ઠા સ્થાને છેલ્લી ચાર સિઝન પૂરી કરી છે.જો કે 2020 અને 2021માં જ રાહુલે પંજાબનું નેતૃત્વ કર્યું હતું. 

રાહુલની કપ્તાની હેઠળ પંજાબને બહુ સફળતા મળી ન હતી,પરંતુ તે લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંનો એક રહ્યો છે. 2020માં રાહુલે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ મેળવી હતી, જ્યારે 2021ની સિઝનમાં તે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.કર્ણાટકમાં જન્મેલા રાહુલે વર્ષ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી IPLમાં પ્રવેશ કર્યો હતો.જ્યાં સુધી રવિ બિશ્નોઈનો સવાલ છે, તેણે અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને હેડલાઇન્સ બનાવી છે. બિશ્નોઈને પંજાબે વર્ષ 2020ની હરાજીમાં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, તેણે તેની પ્રથમ સિઝનમાં 12 વિકેટ લઈને બધાને પ્રભાવિત કર્યાં હતા.

અમદાવાદે આ ત્રણ ખેલાડીને સાઇન કર્યાં 

અન્ય નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદે પણ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને સાઇન કરવાની જાહેરાત કરી હતી. ફિટનેસના કારણોસર ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો હાર્દિક પંડ્યા અમદાવાદની ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન રહેશે. હવે તમામ દસ ટીમોનું ધ્યાન આગામી આઈપીએલ હરાજી પર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch