Thu,02 May 2024,11:18 pm
Print
header

YouTube ની ચિંતા વધશે...Elon Musk એ જાહેરાત કરી, X ની ટીવી-વીડિયો એપ ટૂંક સમયમાં કરશે લોન્ચ

અમેરિકાઃ X ની ટીવી એપ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. આ માહિતી એક્સના માલિક એલોન મસ્કે પોતે આપી છે. X અગાઉ Twitter તરીકે ઓળખાતું હતું. એલોન મસ્કે X TV એપ માટે બે મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. X હવે YouTube સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. X TV એપનું અપડેટ આવતા સપ્તાહથી બહાર પાડવામાં આવશે.

રિપોર્ટ અનુસાર Xની ટીવી એપ યુટ્યુબ ટીવી એપ જેવી જ લાગશે. એલોન મસ્ક ટીવી એપ દ્વારા Xના વીડિયો ટીવી પર મોકલવાની યોજના બનાવી રહ્યાં છે. તેને રેવન્યુ મોડલનો એક ભાગ પણ કહી શકાય, કારણ કે X TV એપ સાથેની જાહેરાતો એલોન મસ્ક માટે કમાણીનાં ઘણા રસ્તાઓ ખોલશે, જો કે ટીવી એપ માટે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

એલોન મસ્ક ધીમે ધીમે X વીડિયો પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યાં છે. થોડા દિવસો પહેલા જ તેમણે એક એક્સક્લુઝિવ શો માટે એક વિદેશી ન્યૂઝ ચેનલના પ્રખ્યાત એન્કર સાથે ભાગીદારી કરી છે. આ સિવાય યુટ્યુબર મિસ્ટર બીસ્ટ, તેમના એક વીડિયોમાંથી X થી $2,50,000 ની કમાણી કરી છે, ત્યારબાદ X કમાણીના સંદર્ભમાં કન્ટેન્ટ ક્રિએટર્સમાં ખુબ જ લોકપ્રિય બની ગયું છે.

YouTube સાથે સ્પર્ધા કરવી સરળ નથી

ભલે એલોન મસ્કે YouTube સાથે સ્પર્ધા કરવા X TV એપની જાહેરાત કરી હોય, પરંતુ આ સ્પર્ધા એટલી સરળ નથી.તમને વિશ્વના તમામ સ્માર્ટ ટીવીમાં ડિફોલ્ટ રૂપે YouTube એપ્લિકેશન મળશે. જે વર્ષોથી માર્કેટમાં ચાલી રહી છે. તેની સામે ટકવું ઘણું મુશ્કેલ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch