Fri,03 May 2024,4:42 am
Print
header

સામે આવ્યો ખાલિસ્તાની આતંકી હરદિપસિંહ નિજ્જરની હત્યા વખતનો વીડિયો, કેનેડાએ આ મામલે ભારત સામે કર્યાં હતા આક્ષેપો

કેનેડાઃ ફરી એક વખત ખાલિસ્તાની આતંકવાદી હરદિપસિંહ નિજ્જરની હત્યાનો મામલો ગરમાયો છે, કેનેડામાં નિજ્જરની હત્યા થઇ હતી. તેનો એક વીડિયો હવે સામે આવ્યો છે.

વીડિયોમાં કેટલાક હુમલાખોરો દ્વારા નિજ્જર પર ફાયરિંગ કરાઇ રહ્યું છે અને બાદમાં હુમલાખોરો ફરાર થઇ ગયા છે. આતંકી પાર્કિંગમાંથી બહાર આવે છે ત્યારે જ તેના પર આ હુમલો થયો હતો. આ વીડિયો કેનેડીયન મીડિયામાં ચલાવાઇ રહ્યો છે અને હવે તેની હત્યાને લઇને નવી માહિતી સામે આવી છે.

હરદિપસિંહ નિજ્જર ભારતનો વોન્ટેડ આતંકવાદી હતો અને ગત વર્ષે તેની હત્યા કરી નાખવામાં આવી હતી, કેનેડા સરકારે આ હત્યા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવીને વિવાદીત નિવેદનો આપ્યાં હતા. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ અનેક વખત એવા નિવેદનો આપ્યાં હતા, જેનાથી બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી.

નોંધનિય છે કે નિજ્જર અનેક ભારત વિરોધી ષડયંત્રો કર્યાં હતા અને તે કેનેડામાં રાજકીય રીતે પણ મજબૂત બની ગયો હતો, વારંવાર ભારત વિરોધી ષડયંત્રો કરનાર આતંકીની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch