Sat,11 May 2024,8:01 am
Print
header

બ્રિટનના રાણી એલિઝાબેથ દ્રીતીયની અંતિમવિધીમાં હાજરી આપશે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ - Gujarat Post

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ થયું છે નિધન 

નવી દિલ્હીઃ 17-19 સપ્ટેમ્બર 2022 ના રોજ ક્વીન એલિઝાબેથ II ના રાજકીય અંતિમ સંસ્કાર થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ભારતીય સરકાર વતી શોક વ્યક્ત કરવા લંડન જશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. ભારતે પણ રવિવારે રાષ્ટ્રીય શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપ  રાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે 12 સપ્ટેમ્બરે અહીં બ્રિટિશ હાઈ કમિશનની મુલાકાત લીધી હતી અને ભારત વતી શોક વ્યક્ત કર્યો હતો.

વિશ્વના 500 થી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી શક્યતા 

દેશ અને રાજ્યોના વડાઓ સહિત લગભગ 500 વિશ્વ નેતાઓ અંતિમવિધીમાં હાજરી આપે તેવી શક્યતા છે. બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ સમય સુધી રાજ કરનારા મહારાણી હતા એલિઝાબેથ. દેશ તેમજ વિશ્વમાં મહારાણી એલિઝાબેથને સન્માનનિય રીતે જોવામાં આવતા હતા. જેથી તેમની અંતિમ વિધિમાં મહાનુભવો હાજર રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch