Wed,08 May 2024,5:18 pm
Print
header

ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાના બન્યાં દિલ્હીના પોલીસ કમિશનર

ફાઇલ ફોટો

નવી દિલ્હીઃ અગાઉ અનેક વખત વિવાદો માં આવેલા ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યાં છે. તેઓ ચાર દિવસ પછી નિવૃત થવાના હતા તેના પહેલા જ મોદી સરકારે તેમને મોટી જવાબદારી આપી દીધી છે. અસ્થાના સીબીઆઇમાં હતા ત્યારે મોટો વિવાદ થતા તેમને હટાવવામાં આવ્યાં હતા 

પીએમ મોદીના નજીકના ગણાતા આ અધિકારીને મોટો જવાબદારી આપવામાં આવી છે, દિલ્હીથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે તે સમયે જ હવે અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યાં છે, છેલ્લા ઘણા સમયથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને મોદી સરકાર અનેક મુદ્દે આમને સામને છે, હવે પીએમ મોદીએ પોતાના વિશ્વાસનું અસ્થાનાને દિલ્હી પોલીસની કમાન આપી છે.

1984 બેચના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાના હાલમાં બીએસએફમાં ડીજી તરીકે ફરજ બજાવે છે, હવે તેઓને દિલ્હીમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આવતીકાલે જ તેઓ દિલ્હી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે. તેઓએ અગાઉ લાલુ પ્રસાદનું ઘાસ કૌભાંડ, આસારામ બાપુ દુષ્કર્મ કેસ, ગોધરાકાંડના કેસો અને હાલના અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યું અને ડ્રગ્સ કેસ સહિતના અનેક હાઇપ્રોફાઇલ કેસોની તપાસ કરી છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch