ચિલીઃ દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં જંગલોમાં લાગેલી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભીષણ આગને કારણે 46 લોકોનાં મોત થયા છે અને લગભગ 1,100 મકાનો નાશ પામ્યા છે. શનિવારે મૃતકોની માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધી બચાવ ટુકડીઓ વાલપરાઈસો ક્ષેત્રના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શકી નથી.
ચિલીના ગૃહપ્રધાન કેરોલિના તોહાએ જણાવ્યું કે દેશના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં 92 જંગલોમાં આગ લાગી છે. 43,000 હેક્ટરનો વિસ્તાર જંગલમાં લાગેલી આગથી પ્રભાવિત થયો છે. અમારા માટે સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ વસ્તીવાળા વિસ્તારો તરફ ફેલાઈ રહી છે. જેના કારણે લોકો, ઘરો અને સુવિધાઓને અસર થવાની સંભાવના છે.
ચિલીમાં ઉનાળા દરમિયાન જંગલમાં આગ લાગવી સામાન્ય બાબત છે. ગયા વર્ષે, અહીં રેકોર્ડ ગરમી દરમિયાન ફાટી નીકળેલી આગમાં 27 લોકોનાં મોત થયા હતા અને લાખો હેક્ટર જમીનને અસર થઈ હતી. ગૃહમંત્રી તોહાએ કહ્યું કે આ વખતે આગનો વિસ્તાર ગત વર્ષની સરખામણીએ ઘણો નાનો છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. જંગલની આગ વિના ડેલમારના દરિયાકાંઠાના રિસોર્ટ ટાઉન સુધી ફેલાવાની શક્યતા છે, જ્યાં કેટલાક વિસ્તારો પહેલાથી જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
શહેરના પહાડી વિસ્તાર વિલા ઈન્ડિપેન્ડેનિયામાં ભીષણ આગ લાગી છે. અનેક ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે અને સળગેલી કાર શેરીઓમાં પાર્ક કરેલી જોવા મળી હતી. એક પીડિતાએ કહ્યું હું અહીં 32 વર્ષથી છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવું થશે. શુક્રવારે બપોરે નજીકના ટેકરી પર આગ સળગતી જોઈ અને 15 મિનિટમાં જ આખો વિસ્તાર જ્વાળાઓ અને ધુમાડામાં લપેટાઈ ગયો હતો. જેના કારણે લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
સિંધુ નદીમાં આપણું પાણી વહેશે અથવા તો ભારતીયોનું લોહી: બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઓકયું ઝેર - Gujarat Post | 2025-04-27 18:36:36
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ, ભારતે આપ્યાં પુરાવા - Gujarat Post | 2025-04-26 19:47:26
ઈરાનના પોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ, 1000 થી વધુ લોકો ઘાયલ, 40 લોકોનાં મોત - Gujarat Post | 2025-04-26 19:25:19