Wed,08 May 2024,7:14 pm
Print
header

આ દેશના વડાપ્રધાનની ઉંમર 56 વર્ષ અને પોતાનાથી 23 વર્ષ નાની મંગેતર સાથે કર્યાં લગ્ન

લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને પોતાની મંગેતર કૈરી સાઇમન્ડસ સાથે લગ્ન કરી લીધા છે મીડિયાના એક રિપોર્ટ મુજબ વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં આ લગ્ન સમારોહ હતો જેમાં નજીકના સગા સંબંધીઓ સહિત ગણતરીના લોકો જ હાજર રહ્યાં હતા. બ્રિટિશ અખબાર ધ સન અને મેલ ઓન સંડેના આ અહેવાલને હજુ સુધી સરકારી સમર્થન નથી મળ્યું. પરંતુ મીડિયાએ આ વાતની દુનિયાભરમાં જાણકારી આપી છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની ઉંમર 56 વર્ષ છે અને તેમને જેની સાથે લગ્ન કર્યા છે તે કૈરીની ઉંમર 33 વર્ષ છે એટલે કે તે બોરિસ કરતા 23 વર્ષ નાની છે તેઓ છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા અને અનેક જગ્યાએ તેઓ સાથે પણ જોવા મળ્યાં હતા હવે તેમના લગ્નની વાત સામે આવી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch