Thu,18 April 2024,6:54 pm
Print
header

ભાજપે 12 બળવાખોરોને કર્યાં સસ્પેન્ડ, કેટલાકે પહેલાથી જ રાજીનામું આપીને નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી- Gujarat Post News

અગાઉ સીઆર પાટીલે કહ્યું હતુ બળવાખોરો સામે થશે કાર્યવાહી

ભાજપે 12 નેતાઓને કર્યાં સસ્પેન્ડ  

ગાંધીનગરઃ ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ જોવા મળ્યો છે, ભાજપની પણ આવી જ સ્થિતી છે.આ વખતે 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. અને ટિકિટ વાચ્છુકોમાં નારાજગી દેખાઇ રહી છે, તેઓ અપક્ષમાંથી ચૂંટણી પણ લડી રહ્યાં છે. જેમાંથી કેટલાકે પહેલાથી જ અપક્ષમાં દાવેદારી નોંધાવી રાજીનામું આપી દીધું છે, ભાજપે જેમને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે તેમને ફોર્મ પરત લેવા માટે કહ્યું હતું. જો કે, કેટલાક નેતાઓએ ફોર્મં પરત ખેંચ્યું ન હતું, જેથી ભાજપે આવા બળવાખોર નેતાઓનું લિસ્ટ બનાવીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે. 

ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ઘણા નેતાઓ વર્ષોથી ભાજપના મેન્ડેટ પર લડતા હતા અને જીતતા પણ હતા, ભાજપે આ વખતે ટિકિટ ન આપતા સમર્થકોનો સાથે મેળવીને કેટલાકે અપક્ષમાંથી દાવેદારી નોંધાવી છે,મધુ શ્રીવાસ્તવ, ધવલ ઝાલા સહિતનાઓએ ભાજપમાંથી રાજીનામાં આપ્યાં છે. ત્યારે પાર્ટીએ હવે આ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધા છે. અગાઉ સીઆર પાટીલે ચીમકી ઉચ્ચારી હતી, જેનો અમલ પણ કરાયો છે.  

ગુજરાતની ચૂંટણીમાં મતદારોને રીઝવવા ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના સ્ટાર પ્રચારકો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ છે, જેમને ભાજપ સામે બળવો કર્યો છે, તેવા 12 નેતાઓને સસ્પેન્ડ કરાયા છે. ભાજપે દિનુ મામા પટેલ, મધુ શ્રીવાસ્તવ, કુલદીપ સિંહ રાઉલ, રામસિંહ શંકર, ધવલસિંહ ઝાલા, અમરીશ ઝાલા સહિતના નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch