Fri,03 May 2024,12:02 am
Print
header

અમેરિકામાં ભયાનક માર્ગ અકસ્માત, એક જ પરિવારના 6 ભારતીય સભ્યોનાં મોતથી સનસની

ટેક્સાસમાં એક ભયાનક માર્ગ અકસ્માત

એક જ પરિવારના 6 ભારતીયોનાં મોત

હ્યુસ્ટનઃ અમેરિકાના ટેક્સાસમાં એક કાર અકસ્માતમાં બે બાળકો સહિત છ તેલુગુ ભારતીય પરિવારના સભ્યોના મોત થયા છે. અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યાં અનુસાર મંગળવારે સાંજે જોન્સન કાઉન્ટીમાં ફોર્ટ વર્થ નજીક એક મિનિવાન અને એક પીકઅપ ટ્રક સામસામે અથડાતા આ અકસ્માત થયો હતો.

મિનિવાનમાં એક જ પરિવારના સાત લોકો મુસાફરી કરી રહ્યાં હતા, તેમાંથી લોકેશ પોટાબાથુલા, (ઉ.વ- 43) ગંભીર ઇજાઓ સાથે બચી ગયા હતા. મૃતકોમાં એક મિનિવાનના ડ્રાઇવર ઇરવિંગના 28 વર્ષીય રૂશીલ બેરી પણ છે.

વાનમાં અન્ય પાંચ જ્યોર્જિયાના આલ્ફારેટાના રહેવાસી છે. 36 વર્ષની મહિલા નવીના પોટાબાથુલા, 64 વર્ષીય પુરુષ નાગેશ્વર રાવ પોનાડ, 60 વર્ષીય મહિલા સીતામહાલક્ષ્મી પોનાડ, 10 વર્ષીય કૃતિક પોટાબાથુલા અને 9 વર્ષની છોકરી નિશિધા પોટાબાથુલાનો સમાવેશ થાય છે. વૃદ્ધો ભારતથી તેમની પુત્રી નવીના અને પૌત્રો કાર્તિક અને નિશિતાને મળવા આવ્યાં હતા. 

પિકઅપ ટ્રક કાઉન્ટી રોડ 1119 નજીક યુએસ હાઈવે 67 પર દક્ષિણ તરફ જઈ રહી હતી, ત્યારે એક મિનિવાન તે જ વિસ્તારમાં ઉત્તર તરફ જઈ રહી હતી. પિકઅપ જમણી બાજુના લેનમાં પ્રવેશી અને મિનિવાન સાથે અથડાઇ હતી. પિકઅપ ટ્રકમાં બે 17 વર્ષના છોકરા હતા. જેઓ અકસ્માતમાં બચી ગયા હતા અને ગંભીર ઇજાઓ થતા ફોર્ટ વર્થની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch