Fri,03 May 2024,6:55 am
Print
header

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની સુરક્ષામાં મોટી ચૂક, કાફલા સાથે અથડાઈ એક કાર

વોંશિગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની સુરક્ષામાં મોટી ચૂક  સામે આવી છે. એક કાર બાઇડેનના કાફલા સાથે અથડાઈ હતી. આ અથડામણ ત્યારે થઈ જ્યારે બાઇડેન અને તેમના પત્ની જીલ બાઇડેન એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. બંનેને કોઇ ઈજા પહોંચી નથી.

રસ્તા પર ફોર્ડ કાર અથડાઈ

એક ફોર્ડ કારના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બાઇડેનના કાફલાને ટક્કર મારી હતી. બાઇડેનના સુરક્ષાકર્મીઓએ હથિયારો સાથે વાહનને ઘેરી લીધું હતું અને ડ્રાઇવરને હાથ ઉંચા કરવાની સૂચના આપી હતી

સુરક્ષાકર્મીઓએ ડ્રાઈવરને પકડી લીધો હતો

એક ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે અથડામણ બાદ સુરક્ષાકર્મીઓ દ્વારા ડ્રાઇવરને પકડી લેવામાં આવ્યો હતો. સિલ્વર સેડાનના બમ્પરને નુકસાન થયું હતું. આ પછી સુરક્ષાકર્મીઓએ કારને ઘેરી લીધી હતી.બાઇડેન વિલ્મિંગ્ટનમાં તેમના ઘરે સલામત રીતે પાછા ફર્યાં હતા.

બાઇડેનની પૌત્રી સાથે એક ઘટના બની હતી

13 નવેમ્બરના રોજ જો બાઇડેનની પૌત્રી નાઓમી બાઇડેનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી. ત્રણ અજાણ્યા શખ્સોએ નાઓમીની એસયુવીની બારી તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ નાઓમીની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટોએ ગોળીબાર કર્યો હતો. રાષ્ટ્રપતિ બાઇડેનની પૌત્રી નાઓમીની સુરક્ષા હેઠળ ગુપ્ત સેવા એજન્ટો તૈનાત છે. નાઓમી તેની સુરક્ષા સાથે જ્યોર્જટાઉનમાં હતી. તેની એસયુવી કાર એક જગ્યાએ પાર્ક કરેલી હતી, જ્યાં કેટલાક શખ્સોએ તેની એસયુવીની બારી તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેના સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch